Shuru
Apke Nagar Ki App…
રૈયા પાસે એક્ટિવા પર જઈ રહેલ દંપતી ને અકસ્માત નડ્યો મહિલાને ઇજા દિયોદર ભાભર હાઈવે પર નવીન માર્ગ માટે કામગીરી ચાલી રહી છે જેમાં સોમવારે દિયોદરના રૈયા પાસે એક્ટિવા પર જઈ રહેલ દંપતીને રોડની કામગીરી વચ્ચે એક્ટિવા શિલ્પ મારી જતા એક્ટિવા પર સવાર મહિલાને ઇજા પહોંચી હતી સ્થાનિક લોકોએ તત્કાલિક 108 ને જાણ કરતા 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી મહિલાને વધુ સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
Jagdish soni
રૈયા પાસે એક્ટિવા પર જઈ રહેલ દંપતી ને અકસ્માત નડ્યો મહિલાને ઇજા દિયોદર ભાભર હાઈવે પર નવીન માર્ગ માટે કામગીરી ચાલી રહી છે જેમાં સોમવારે દિયોદરના રૈયા પાસે એક્ટિવા પર જઈ રહેલ દંપતીને રોડની કામગીરી વચ્ચે એક્ટિવા શિલ્પ મારી જતા એક્ટિવા પર સવાર મહિલાને ઇજા પહોંચી હતી સ્થાનિક લોકોએ તત્કાલિક 108 ને જાણ કરતા 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી મહિલાને વધુ સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
More news from Banas Kantha and nearby areas
- ભાજપાના પ્રદેશ અધ્યક્ષને કોંગ્રેસના vision પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. કોંગ્રેસનું vision સત્ય, અહિંસા અને સર્વ સમાજને ન્યાય આપવાનું છે જે દેશને આઝાદી અપાવનાર વિચાર છે. જ્યારે ભાજપાનું vision છે સમાજમાં વિભાજન કરવાનું, સરકારી સંસ્થાઓને નબળી પાડવાનું અને વિકાસના નામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું. છેલ્લા 30 વર્ષમાં ગુજરાતે જોયું છે અધૂરા પ્રોજેક્ટ, ટૂટી પડતા બ્રિજ, બેરોજગારી, અને કાયદો-વ્યવસ્થાની નબળી સ્થિતિ. કોંગ્રેસનો માર્ગ સ્પષ્ટ છે ન્યાય, સુરક્ષા અને સર્વસમાવેશી વિકાસ.1
- મહેસાણા ના નુગરમાં ONGCની લાઈવ ડિઝાસ્ટર મોક ડ્રિલ યોજાયું : તમામ કર્મચારીઓ સુરક્ષિત બચાવાયા મહેસાણા, ૧૭ માર્ચ ૨૦૨૬ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના મહેસાણા એસેટ દ્વારા નુગર ગામ નજીક આવેલા એક્સપ્લોરેટરી વેલ #JNYB (રિગ E-760-18) ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા તપાસવા માટે એક લાઈવ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કવાયતમાં કૂવામાં વેલ-કિક અને ત્યારબાદ બ્લોઆઉટ જેવી કટોકટીની પરિસ્થિતિનું અનુકરણ કરીને ઓએનજીસી તેમજ રાજ્ય વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓના ત્વરિત પ્રતિસાદ, સંકલન અને અસરકારકતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP)ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું અને કટોકટીમાં ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્ત કર્મચારીઓ સહિત તમામ ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ કામગીરીમાં ઓએનજીસીની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ, જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ સેવા વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે CMT દ્વારા વેલ-કંટ્રોલના તમામ જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવ્યા બાદ સાઇટ પરથી ગેસ ડિટેક્શન પૂર્ણ થયું અને સ્થળને સુરક્ષિત જાહેર કરીને "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલનું નિરીક્ષણ ઓએનજીસી મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કિંજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓએનજીસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમના સામૂહિક પ્રયાસો તથા ઓપરેશનની સફળતાની પ્રશંસા કરી હતી. આ પ્રકારની નિયમિત કવાયતો ઓએનજીસીની ઈમરજન્સી સજ્જતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની મજબૂતાઈને દર્શાવે છે, જે કટોકટીની પરિસ્થિતિમાં જીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.1
- ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમની વડીલો પાર્જીત જમીનમાં વાવેતર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવામાં ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ પોતાને રૂપિયાની જરૂરી હોવાથી કુંભારપરા વિસ્તારમાં રહેતા શની રમેશભાઈ લામકા પાસે છ લાખ રૂપિયાની મદદ માટે જણાવ્યું હતું જેને લઈ બે દિવસ બાદ શની લામકા અને સંજયભાઈ મનુભાઈ સરૈયાએ પ્રેમજીભાઈને છ લાખ રૂપિયા હાથ ઉછીના આપી લખાણ કરવાના બહાને રજીસ્ટર પાસે લઈ જઈ અંગ્રેજીમાં પાવર ઓફ એટર્નીમાં સહી કરવી લઇ બાદમાં જમીનનો ૨૫ ટકા હિસ્સો સુરેશભાઈ નાનુભાઈ રાતડિયાને વેચાણ કરી આપ્યો હતો જ્યારે આ અંગે પ્રેમજીભાઈને જાણ થતા પોતાને અંધારામાં રાખી ૨૫ ટકા જમીનનો દસ્તાવેજ રોકવા માટે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો જ્યારે છ લાખ રૂપિયા આપવાના બદલામાં છેતરપિંડી આચરનાર શનિ રમેશભાઈ લામકા, સંજય મનાભાઈ સરૈયા, સાક્ષીમાં સહિત કરનાર ચંદ્રેશ ગોપાલભાઈ ગોલતર તથા જમીન ખરીદનાર સુરેશ નાનુભાઈ રાતડીયા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલોક મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.1
- ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડોઠ ગામના મંજુલાબેન જીતુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમને વધુ ઇજાઓ થઈ હોવાથી, વધુ સારવાર માટે ફરીથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.3
- ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક સગર કનુભાઈ પ્રભુભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું1
- ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો.1
- Post by Nationgujarat.com1
- સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના જોરાવરનગર પ્રાથમિક શાળા માં જેટકો કંપની દ્વારા વીજ પુલ ની આજુબાજુ જાળી નાખતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો એક જ માંગ સાથે વીજ પોલ શાળા કેમ્પસ માંથી બહાર ખસેડવાની માંગ કરી હતી જો આવી જ ભૂલ નહીં ખસેડવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી - સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડની અંદર ઓરડાની એકદમ નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ. (જેટકો) ના ઇડર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલી ઉચ્ચ અતિભારે વીજ દબાણ વાળી લાઈન ૬૬ કેવી કુંડલા ટોલડુંગરી લાઈનના બે થાંભલા નાખવામાં આવેલ છે. જે બાળકો/વિદ્યાર્થીઓના જીવના અતિ જોખમરૂપ છે. જો ભવિષ્ય માં તાર તૂટવાથી અથવા તો થાંભલા થી કરંટ ઉતરે તો મોટી જાનહાની થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે જે લાઈન કમ્પાઉન્ડ ની બહાર ખસેડી મોટુ ટાવર નાખવામાં આવે તે સારું ગત તારીખ ૨૬/૦૨/૨૬ ના રોજ ગ્રામજનો દ્વારા વિજયનગર મામલતદાર શ્રીનાઓને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમજ જેટકો ઇડર નાઓને અરજી કરવામાં આવેલ. ઉપરોક્ત ગ્રામજનોની રજુવાત અન્વયે આજ તા. ૧૭/૩/૨૬ ના જેટકો દ્વારા સદર થાંભલા ન હટાવી ફક્ત થાંભલા ની આજુબાજુ જાળી નાખવા જતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ છે. બાળકોને મોટું નુકસાન થવાની વીતી સેવઈ રહી છે સદર આ જાળી નાખવામાં આવેતો નાના વિદ્યાર્થી ઓ જાળી ઉપર ચઢે તો વધુ જોખમ હોય થાંભલા હટાવી બહાર ટાવર નાખવા ગ્રામજનોની રજુઆત હોવા છતાં જેટકો દ્વારા જાળી નાખવામાં આવેલ છેગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:-સદર બાબતે વીજલાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.4
- ધ્રાંગધ્રા શહેરમાં આવેલ ફલકુ નદીમાં આજે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી ગયો છે. એક સમયની પવિત્ર ગણાતી આ નદી હાલ પ્રદૂષણના કારણે ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક અસામાજિક તત્વો દ્વારા અન્ય સ્થળેથી મૃત માછલીઓને લાવી નદીમાં નાખવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક તંત્રને માહિતગાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા તથા સંબંધિત વિભાગ દ્વારા નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોએ આ ઘટનાની ગંભીર તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ ફલકુ નદીના પ્રદૂષણને રોકવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.1