સ્વામી વિવેકાનંદ વિચારો પર આધારિત સ્પર્ધામાં સરકારી મારવાડીવાસ ભોરોલ શાળાના વિદ્યાર્થીઓ જળક્યા શ્રીસરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, મારવાડીવાસ ભોરોલના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ આર્ય ધ રોયલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદના જીવન અને વિચારધારા પર આધારિત લેખિત ક્વિઝ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. વિદ્યાર્થીઓએ પોતાની બૌદ્ધિક ક્ષમતાનો ઉત્તમ પરિચય આપતા સ્પર્ધામાં પ્રથમ ગ્રુપ સ્થાન પ્રાપ્ત કર્યું. આ વિશેષ સિદ્ધિ બદલ વિજેતા વિદ્યાર્થીઓને બે દિવસની સંપૂર્ણ નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ (ટૂર)નું આયોજન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમની વિશેષ શોભા તરીકે જાણીતા શ્રેષ્ઠ સર્જક દલપત પઢિયારની ઉપસ્થિતિ રહી. તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા
સ્વામી વિવેકાનંદ વિચારો પર આધારિત સ્પર્ધામાં સરકારી મારવાડીવાસ ભોરોલ શાળાના વિદ્યાર્થીઓ જળક્યા શ્રીસરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, મારવાડીવાસ ભોરોલના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ આર્ય ધ રોયલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વામી
વિવેકાનંદના જીવન અને વિચારધારા પર આધારિત લેખિત ક્વિઝ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. વિદ્યાર્થીઓએ પોતાની બૌદ્ધિક ક્ષમતાનો ઉત્તમ પરિચય આપતા સ્પર્ધામાં પ્રથમ ગ્રુપ સ્થાન પ્રાપ્ત કર્યું. આ
વિશેષ સિદ્ધિ બદલ વિજેતા વિદ્યાર્થીઓને બે દિવસની સંપૂર્ણ નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ (ટૂર)નું આયોજન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમની વિશેષ શોભા તરીકે જાણીતા શ્રેષ્ઠ સર્જક દલપત પઢિયારની ઉપસ્થિતિ રહી. તેમજ
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા
- દિયોદર તાલુકામાં કોંગ્રેસ પાર્ટીનો રાટીલા જિલ્લા પંચાયત સીટમાં આવતી જાડા, પાલડી,રાટીલા,મોજરું અને જાંલોઢા તાલુકા પંચાયત સીટ વાઇજ પરિવર્તનનો શંખનાદ' કાર્યકર્મ યોજાયો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત 'જન સંવાદ પરિવર્તનનો શંખનાદ' કાર્યક્રમ દિયોદર તાલુકામાં શરૂ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાટીલા જિલ્લા પંચાયત હેઠળની જાડા, પાલડી રાટીલા, મોજરું અને જાલોઢા તાલુકા પંચાયત બેઠકો પર જન સંવાદ યોજાયા હતા. આ કાર્યક્રમોમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉમેદભાઈ પટેલ,બી કે જોશી એડવોકેટ, બળવંતજી ઠાકોર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત દિયોદર,બળદેવ બારોટ પૂર્વ યુથ પ્રમુખ,નાનજીભાઈ ચૌધરી નવાપુરા, ભાવનાબેન ઠાકોર જાડા ,જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ મફસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ગામોના સરપંચો, પૂર્વ સરપંચો, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો, વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સર્વ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોએ આ વિસ્તારની જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, તેઓ સડકથી સંસદ સુધી જનતાની સાથે રહેશે અને ન્યાય અપાવવા માટે લડતા રહેશે. દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ ચૌધરીએ 'જન સંવાદ પરિવર્તનનો શંખનાદ' કાર્યક્રમને સફળ બનાવવા બદલ વડીલો, આગેવાનો અને કાર્યકર્તા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.4
- 11 तारीख को ओर एक सम्मान मिलेगा संत रामपालजी महाराज को1
- Post by Samuben Talpada1
- महिला पुलिस पर हमला और वर्दी फाड़ने पर, पुलिसने निकाला जुलस. #raygadhnews #chatishgadhnews1
- ધંધુકાના મહાકાળી મંદિર નજીક આવેલ સંત પુનિત મહારાજ મુક્તિધામની દયનીય હાલત. #સ્મશાન #ધંધુકા #dhandhuka #amdavad #dhandhukabhal #smashan #santpunitmaharaj1
- Post by दिनेशडामर4
- બારેજડીમાં જમણવારમાં થયેલી માથાકૂટમાં યુવાનની હત્યા; અકસ્માત ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ, આરોપીની ભીલવાડાથી ધરપકડ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બારેજડી ગામમાં ગત 28 ડિસેમ્બર 2025ના રોજ એક ચકચારી ઘટના બની હતી. એક ફાર્મ હાઉસમાં મિત્રો વચ્ચે યોજાયેલા જમણવારમાં થયેલી સામાન્ય બોલાચાલીમાં રોહિત ઉર્ફે બાદશાહ નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે 'રિક્ષા સ્ટન્ટ'ની ખોટી કહાની રચવામાં આવી હતી, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરીને સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી વિગત મુજબ, બારેજડીના એક ફાર્મ હાઉસમાં આશરે આઠ જેટલા મિત્રો જમવા માટે એકઠા થયા હતા. આ જમણવાર દરમિયાન ભાવેશ અને વિશાલ નામના બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ ઝઘડામાં મરણ જનાર રોહિત અને આરોપી અજય પણ જોડાયા હતા. બોલાચાલીએ હિંસક સ્વરૂપ લેતા આરોપી અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દીધું હતું. ગંભીર રીતે ઘાયલ રોહિતને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હોસ્પિટલમાં એવી વર્દી લખાવવામાં આવી હતી કે રિક્ષામાં સ્ટન્ટ કરવા દરમિયાન અકસ્માતે ચાકુ વાગવાથી રોહિતનું મોત થયું છે. જોકે, પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ કરતા આ વાત શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તાત્કાલિક FSL અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી અને ત્યાં હાજર સાહેદોની કડક પૂછપરછ શરૂ કરી હતી. નામદાર કોર્ટમાં સાક્ષીઓના 183 મુજબના નિવેદનો નોંધાવતા સ્પષ્ટ થયું હતું કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ હત્યાનો મામલો છે. DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને મુખ્ય આરોપી અજયની રાજસ્થાનના ભીલવાડા ખાતેથી ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં હત્યામાં વપરાયેલું ચાકુ પણ કબજે કરવામાં આવ્યું છે. હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ પર છે અને આ મામલે પીએસઆઈ એચ.એન. બારિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.3
- દિયોદર તાલુકાના ધ્રાડવઃ ગામે 5 નિલ ગાયોની હત્યા મામલે તંત્ર એક્ટિવ મોટમાં સ્થળ તપાસ હાથ ધરી1