કેશોદમાં કોંગ્રેસની વ્યૂહાત્મક બેઠક યોજાઈ, આગેવાનોની હાજરીમાં ચૂંટણી તૈયારીઓ તેજ અન્ય પક્ષના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.. કેશોદ ખાતે આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી જતા તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. તે જ અનુસંધાને આજરોજ કેશોદ ખાતે ભારતીય કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ આ બેઠક કેશોદના આગેવાન હીરાભાઈ જોટવા ના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેશોદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ કેશોદ નગરપાલિકા વિસ્તારના ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો સાથે “વન ટુ વન” જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ દરમિયાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા, મતદારો સુધી પહોંચ વધારવા અને કાર્યકરોને સક્રિય કરવાની દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા દરેક ઉમેદવારની તૈયારી અને લોકપ્રિયતાનો અંદાજ લેવામાં આવ્યો હતો. બેઠકમાં એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર પણ જોવા મળ્યો હતો. કેશોદ આમ આદમી પાર્ટીના પાયા મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પ્રો. વાળા સાહેબ, પ્રવીણ રાઠોડ અને ઉકાભાઈ અખિયાંએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને નવા રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમના કોંગ્રેસમાં આગમનને આગેવાનો અને કાર્યકરોએ હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું. આ બેઠકને લઈને કોંગ્રેસમાં નવી ઉર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગેવાનોનો વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત દાવેદારી નોંધાવશે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
કેશોદમાં કોંગ્રેસની વ્યૂહાત્મક બેઠક યોજાઈ, આગેવાનોની હાજરીમાં ચૂંટણી તૈયારીઓ તેજ અન્ય પક્ષના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.. કેશોદ ખાતે આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી જતા તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. તે જ અનુસંધાને આજરોજ કેશોદ ખાતે ભારતીય કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ આ બેઠક કેશોદના આગેવાન હીરાભાઈ જોટવા ના નિવાસસ્થાને યોજાઈ
હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેશોદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ કેશોદ નગરપાલિકા વિસ્તારના ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો સાથે “વન ટુ વન” જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ દરમિયાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા, મતદારો સુધી પહોંચ વધારવા અને કાર્યકરોને સક્રિય કરવાની દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા દરેક ઉમેદવારની તૈયારી અને લોકપ્રિયતાનો અંદાજ લેવામાં આવ્યો હતો. બેઠકમાં એક મહત્વપૂર્ણ રાજકીય
ફેરફાર પણ જોવા મળ્યો હતો. કેશોદ આમ આદમી પાર્ટીના પાયા મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પ્રો. વાળા સાહેબ, પ્રવીણ રાઠોડ અને ઉકાભાઈ અખિયાંએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને નવા રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમના કોંગ્રેસમાં આગમનને આગેવાનો અને કાર્યકરોએ હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું. આ બેઠકને લઈને કોંગ્રેસમાં નવી ઉર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગેવાનોનો વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત દાવેદારી નોંધાવશે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- સુરતના ભેસ્તાન વિસ્તારમાં બોગસ ડૉક્ટરોનો આતંક આયાથાવત. ભેસ્તાન વિસ્તારમાં આવેલ આઝાદ હિન્દી વિદ્યાલય ગણેશ નગરમાં ઇલેક્ટ્રો હોમિયોપેથીક મેડિસિન અને સર્જરી BEMS ડિગ્રીનો પર્દાફાસ થયા બાદ પણ હજુ સુધી સુરતમાં બોગસ ડોક્ટરોનો આતંકી યથાવત છે. ફરજી ડિગ્રી લઈ આવા ડોક્ટરો દ્વારા ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું છે જો આવા ડોક્ટરોના કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તો જવાબદાર કોણ. હવે જોયું રહ્યુ કે ભેસ્તાન પોલીસ દ્વારા આ બોગસ ડોક્ટર સામે કડક કાર્યવાહી થશે કે પછી ચલતા હૈ ચલને દો..!1
- Post by Loksamnanews channel1
- "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.1
- *અમરેલી જિલ્લા 108 ની ટીમ દ્વારા ઇ. એમ. ટી. દિવસ ની ઊજવણી કરવામાં આવી.* *108 માં કામ કરતા અને કટોકટી ના સમયમાં દર્દી ની સૌપ્રથમ વહારે આવતા અને સારવાર અને સેવા આપતા કર્મચારીઓ એટલે ઇ. એમ. ટી. એટલે કે ( ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન)* ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત 108 ની ઈમરજન્સી સેવા દ્વારા આજે 2 એપ્રીલ ના રોજ ઇ. એમ. ટી. દિવસ ની ઉજવણી સાવરકુંડલા ખાતે કરવામાં આવી હતી જેમાં ખાસ સાવરકુંડલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. વિવેક તરસરીયા સાહેબ તેમજ શિવાંગી મેડમ હાજર રહી દરેક ઇ.એમ.ટી. ને ખાસ પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે તેમની સેવા ની ખૂબ પ્રશંસા કરી અને તેઓ ને વધુ સારી રીતે સેવા આપી શકે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ અમરેલી જિલ્લાના 108 સેવા ના જિલ્લા અધિકારીઓ હાજર રહ્યા હતા અને ખાસ આજ ના આ દિવસે દરેક ઇ.એમ.ટી. મિત્રો ને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ સૌ સાથે મળી ને દર્દી ની વધુ માં વધુ ઝડપી અને સારી એવી સેવા અને સારવાર પૂરી પાડી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આજના આ દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.1
- જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.1
- Post by Nasim4
- કેશોદ ના તમામ હનુમાનજી મંદિરો ખાતે ભક્તો નૂ ઘોડાપુર કેશોદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજરોજ હનુમાન જયંતિ પર્વની ભક્તિપૂર્ણ અને ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરના તમામ હનુમાનજી મંદિરો ખાતે હવન-હોમ, પૂજા-અર્ચના, કેક કટિંગ તેમજ મહાપ્રસાદના ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા. કેશોદના દાતરિયા હનુમાન, મઠિયા હનુમાન, તોરણીયા હનુમાન, જુલીયા હનુમાન, રામમંદિર, બાલા હનુમાન તથા વીર હઠીલા હનુમાન સહિતના મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. સવારથી જ ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાભાવે પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે બટુક ભોજનથી લઈ મહાપ્રસાદ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ ભાગ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરીને પોતાને ધન્ય માન્યા હતા. હનુમાન જયંતિના આ પવિત્ર અવસરે કેશોદ શહેર ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી છલકાતું જોવા મળ્યું હતું અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- Post by Loksamnanews channel1
- Post by Nasim2