logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ મહીસાગર જિલ્લાના નાયબ કલેક્ટર–૧ તરીકેનો પદભાર સંભાળી લીધો નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ મહીસાગર જિલ્લાના નાયબ કલેક્ટર–૧ તરીકેનો પદભાર સંભાળી લીધો છે. નવી જવાબદારી સ્વીકારતાં તેમણે જણાવ્યું હતું કે, સ્થળ અને હોદ્દો બદલાયા છે પરંતુ પબ્લિક સર્વિસનો સંકલ્પ યથાવત છે. નાગરિકોની અપેક્ષાઓને સાકાર કરવા માટે સૌના સહકાર, માર્ગદર્શન અને વિશ્વાસ સાથે પારદર્શક, સંવેદનશીલ, લોકાભિમુખ અને પરિણામલક્ષી વહીવટને પ્રાથમિકતા આપી લોકહિતના કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહેવાની તેમણે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. #htmakwana #htmakwanadycollector

7 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
Photographer સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
7 hrs ago
83a7c896-a9d1-48f9-83d4-c01729af1342

નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ મહીસાગર જિલ્લાના નાયબ કલેક્ટર–૧ તરીકેનો પદભાર સંભાળી લીધો નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ મહીસાગર જિલ્લાના નાયબ કલેક્ટર–૧ તરીકેનો પદભાર સંભાળી લીધો છે. નવી જવાબદારી સ્વીકારતાં તેમણે જણાવ્યું હતું કે, સ્થળ અને હોદ્દો બદલાયા છે પરંતુ પબ્લિક સર્વિસનો સંકલ્પ યથાવત છે. નાગરિકોની અપેક્ષાઓને સાકાર કરવા માટે સૌના સહકાર, માર્ગદર્શન અને વિશ્વાસ સાથે પારદર્શક, સંવેદનશીલ, લોકાભિમુખ અને પરિણામલક્ષી વહીવટને પ્રાથમિકતા આપી લોકહિતના કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહેવાની તેમણે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. #htmakwana #htmakwanadycollector

More news from ગુજરાત and nearby areas
  • સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન ખાંડના ભાવ વધારાના વિરોધમાં આપ ના કાર્યકરોએ નગરજનોને એક-એક ચમચી ખાંડ આપી નોંધાવ્યો પ્રતિકાત્મક વિરોધ સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાંડના ભાવમાં થયેલા વધારાને લઈને મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીઓ સામે પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા એક ચમચી ખાંડનું વિતરણ કરી સંતરામપુર નગરજનોને એક-એક ચમચી ખાંડ આપવામાં આવી હતી અને ખાંડના અસહ્ય ભાવ વધારા સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધતી મોંઘવારીને કારણે સામાન્ય પરિવારના દૈનિક જીવન પર પડતા આર્થિક બોજ અંગે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઈટ... બાબુ ભાઈ ડામોર... આમ આદમી પાર્ટી આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના સંતરામપુર વિધાનસભા પ્રભારી બાબુભાઈ ડામોર, સંતરામપુર તાલુકા પ્રમુખ જયેશભાઈ કલાલ, સંતરામપુર તાલુકા સંગઠન મંત્રી ગિરવતભાઈ કટારા, કડાણા તાલુકા પ્રમુખ મહેશભાઈ વાલુ, સંતરામપુર શહેર પ્રમુખ તલ્હાભાઈ અરબ સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારીમાં રાહત આપવા અને સામાન્ય તથા ગરીબ વર્ગના પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં રાહત મળે તેવી માંગ સાથે સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
    4
    સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન
સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન
ખાંડના ભાવ વધારાના વિરોધમાં આપ ના કાર્યકરોએ નગરજનોને એક-એક ચમચી ખાંડ આપી નોંધાવ્યો પ્રતિકાત્મક વિરોધ
સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાંડના ભાવમાં થયેલા વધારાને લઈને મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીઓ સામે પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા એક ચમચી ખાંડનું વિતરણ કરી સંતરામપુર નગરજનોને એક-એક ચમચી ખાંડ આપવામાં આવી હતી અને ખાંડના અસહ્ય ભાવ વધારા સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધતી મોંઘવારીને કારણે સામાન્ય પરિવારના દૈનિક જીવન પર પડતા આર્થિક બોજ અંગે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બાઈટ... બાબુ ભાઈ ડામોર... આમ આદમી પાર્ટી 
આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના સંતરામપુર વિધાનસભા પ્રભારી બાબુભાઈ ડામોર, સંતરામપુર તાલુકા પ્રમુખ જયેશભાઈ કલાલ, સંતરામપુર તાલુકા સંગઠન મંત્રી ગિરવતભાઈ કટારા, કડાણા તાલુકા પ્રમુખ મહેશભાઈ વાલુ, સંતરામપુર શહેર પ્રમુખ તલ્હાભાઈ અરબ સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો  ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારીમાં રાહત આપવા અને સામાન્ય તથા ગરીબ વર્ગના પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં રાહત મળે તેવી માંગ સાથે સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર 
અમીન કોઠારી મહીસાગર
    user_અમીન કોઠારી સંતરામપુર
    અમીન કોઠારી સંતરામપુર
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    22 hrs ago
  • લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ....... લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ! અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે. સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા, પેટ ભરાય પણ મન ન ભરાય. સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.
    1
    લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ.......
લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ!
અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે.
સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા,  પેટ ભરાય પણ મન ન ભરાય.
સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Photographer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • આ રક્ષાબંધન Shopping કરો અને સાથે મેળવો ખાસ Gift! Hare Krishna Mall લઈને આવ્યું છે Raksha Bandhan Special Offer! ₹100થી વધુની ખરીદી પર Steel Product એકદમ FREE! ઘરની જરૂરિયાતનો સામાન હોય કે તહેવારની Shopping — મેળવો સારી Choice, સારો ભાવ અને સાથે ખાસ Festive Gift! Hare Krishna Mall, મહિસાગર, ગુજરાત Free Gift ઉપલબ્ધતા અને લાગુ પડતી Offerની શરતોને આધિન રહેશે. Hare Krishna Mall — Better Choice, Better Life. ❤️
    1
    આ રક્ષાબંધન Shopping કરો અને સાથે મેળવો ખાસ Gift!
Hare Krishna Mall લઈને આવ્યું છે Raksha Bandhan Special Offer! 

₹100થી વધુની ખરીદી પર Steel Product એકદમ FREE! 

ઘરની જરૂરિયાતનો સામાન હોય કે તહેવારની Shopping — મેળવો સારી Choice, સારો ભાવ અને સાથે ખાસ Festive Gift!

Hare Krishna Mall, મહિસાગર, ગુજરાત

Free Gift ઉપલબ્ધતા અને લાગુ પડતી Offerની શરતોને આધિન રહેશે.

Hare Krishna Mall — Better Choice, Better Life. ❤️
    user_વિપુલ જોષી
    વિપુલ જોષી
    Advertising agency Mahisagar, Gujarat•
    20 hrs ago
  • દાહોદ: ઝાલોદ: લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ સભા યોજાઈ યાસીનભાભોર-FATEPURA LIVE MO.9825257995-9924257995 દાહોદ: ઝાલોદ: લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ સભા યોજાઈ, નરેગાના કુવાના કામોમાં ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો થતા ભારે હંગામો
    1
    દાહોદ: ઝાલોદ: લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ સભા યોજાઈ
યાસીનભાભોર-FATEPURA LIVE MO.9825257995-9924257995
દાહોદ: ઝાલોદ: લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ સભા યોજાઈ, નરેગાના કુવાના કામોમાં ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો થતા ભારે હંગામો
    user_Yasin Bhabhor
    Yasin Bhabhor
    Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
    22 hrs ago
  • મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો
    1
    મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં  ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો
    user_Ertgul
    Ertgul
    Salesperson મેઘરાજ, અરવલ્લી, ગુજરાત•
    45 min ago
  • ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના ગ્રામજનોએ ગ્રામ પંચાયતને ત્રણ ભાગમાં વિભાજિત કરવાના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ગ્રામસભાનું સ્થળ બદલવાની સાથે પોલીસ બંદોબસ્ત ફાળવવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતનું ભવન ખૂબ જ નાનું અને સાંકડું હોવાથી મોટી સંખ્યામાં લોકો માટે ગ્રામસભા યોજવી મુશ્કેલ છે. તેથી ગ્રામસભા માટે PHC સેન્ટર ખાતે યોગ્ય સ્થળ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિભાજનનો મુદ્દો સંવેદનશીલ હોવાથી ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને ગ્રામસભા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે જ ગ્રામ પંચાયતના વિભાજનની સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે થાય તે માટે તાલુકા પંચાયત તરફથી જવાબદાર અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભાની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે તેવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપતી વખતે ઝરીબુઝર્ગ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ પંચાયતના વિભાજન અંગેની કાર્યવાહી પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
    1
    ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું
ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના ગ્રામજનોએ ગ્રામ પંચાયતને ત્રણ ભાગમાં વિભાજિત કરવાના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં ગ્રામસભાનું સ્થળ બદલવાની સાથે પોલીસ બંદોબસ્ત ફાળવવાની માંગ કરવામાં આવી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતનું ભવન ખૂબ જ નાનું અને સાંકડું હોવાથી મોટી સંખ્યામાં લોકો માટે ગ્રામસભા યોજવી મુશ્કેલ છે. તેથી ગ્રામસભા માટે PHC સેન્ટર ખાતે યોગ્ય સ્થળ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતના વિભાજનનો મુદ્દો સંવેદનશીલ હોવાથી ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને ગ્રામસભા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
સાથે જ ગ્રામ પંચાયતના વિભાજનની સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે થાય તે માટે તાલુકા પંચાયત તરફથી જવાબદાર અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભાની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે તેવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
આ આવેદનપત્ર આપતી વખતે ઝરીબુઝર્ગ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ પંચાયતના વિભાજન અંગેની કાર્યવાહી પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    20 hrs ago
  • અરવલ્લીના મોડાસા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રામાં ૮૦૦થી વધારે લોકો જોડાયા.. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત આયોજન હેઠળ આજે મોડાસામાં “સંસ્કૃત ગૌરવ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોડાસાની વિવિધ સંસ્થાઓ તથા શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો સહિત આશરે ૮૦૦થી વધારે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગૌરવ યાત્રાનું પ્રસ્થાન મેઘરાજ રોડ સ્થિત ઉમિયા મંદિરથી થયું હતું અને તે સી.જી. બુટાલા હાઈસ્કૂલ સુધી પહોંચી હતી. આ યાત્રામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડૉ. એ. કે. પ્રજાપતિ, જિલ્લા પંચાયત અરવલ્લી શિક્ષણ સમિતિના ચેરમેન નીલાબેન મડિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ઉષાબેન ગામીત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે તથા અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગાયત્રી પરિવાર મોડાસા, ઉમિયા મંદિર, સર્વોદય હાઈસ્કૂલ, ન્યુ લીપ હાઈસ્કૂલ, સત્યમ હાઈસ્કૂલ અને અન્ય શાળાઓ તથા વિવિધ સંસ્થાઓએ પણ સક્રિય ભાગીદારી નોંધાવી હતી..રેલીના પ્રસ્થાન સમયે ઉમિયા મંદિરના મહંત પૂજ્ય વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીજીએ સંસ્કૃત ભાષાના મહત્વ અંગે વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વૈદિક ભાષા એ ભારતીય ભાષા છે અને સંસ્કૃત ભાષા સંસ્કાર ભાષા છે, જેનું આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તેમણે ભારતનું આભૂષણ સંસ્કૃત ભાષા છે તેવી સમજણ આપી હતી. રેલી દરમિયાન તથા ગંતવ્ય સ્થાને પહોંચ્યા બાદ તમામ સહભાગીઓ સંસ્કૃત ગરબામાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે શિક્ષણ નિરીક્ષકશ્રી દશરથ નિનામા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.આ યાત્રા દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારવાનો તથા યુવા પેઢીને સંસ્કૃત સાથે જોડવાનો હેતુ સિદ્ધ થયો હતો.
    1
    અરવલ્લીના મોડાસા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રામાં ૮૦૦થી વધારે લોકો જોડાયા..
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત આયોજન હેઠળ આજે મોડાસામાં “સંસ્કૃત ગૌરવ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોડાસાની વિવિધ સંસ્થાઓ તથા શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો સહિત આશરે ૮૦૦થી વધારે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગૌરવ યાત્રાનું પ્રસ્થાન મેઘરાજ રોડ સ્થિત ઉમિયા મંદિરથી થયું હતું અને તે સી.જી. બુટાલા હાઈસ્કૂલ સુધી પહોંચી હતી. આ યાત્રામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડૉ. એ. કે. પ્રજાપતિ, જિલ્લા પંચાયત અરવલ્લી શિક્ષણ સમિતિના ચેરમેન નીલાબેન મડિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ઉષાબેન ગામીત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે તથા અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગાયત્રી પરિવાર મોડાસા, ઉમિયા મંદિર, સર્વોદય હાઈસ્કૂલ, ન્યુ લીપ હાઈસ્કૂલ, સત્યમ હાઈસ્કૂલ અને અન્ય શાળાઓ તથા વિવિધ સંસ્થાઓએ પણ સક્રિય ભાગીદારી નોંધાવી હતી..રેલીના પ્રસ્થાન સમયે ઉમિયા મંદિરના મહંત પૂજ્ય વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીજીએ સંસ્કૃત ભાષાના મહત્વ અંગે વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વૈદિક ભાષા એ ભારતીય ભાષા છે અને સંસ્કૃત ભાષા સંસ્કાર ભાષા છે, જેનું આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તેમણે ભારતનું આભૂષણ સંસ્કૃત ભાષા છે તેવી સમજણ આપી હતી. રેલી દરમિયાન તથા ગંતવ્ય સ્થાને પહોંચ્યા બાદ તમામ સહભાગીઓ સંસ્કૃત ગરબામાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે શિક્ષણ નિરીક્ષકશ્રી દશરથ નિનામા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.આ યાત્રા દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારવાનો તથા યુવા પેઢીને સંસ્કૃત સાથે જોડવાનો હેતુ સિદ્ધ થયો હતો.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    23 hrs ago
  • વિરપુર અર્બન સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ,અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો યથાવત્ મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ અને બેંકના ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળની સુશિક્ષિત પેનલનો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ પરિણામ સામે અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો ત્રણ દાયકા બાદ પણ યથાવત્ જોવા મળ્યો છે. વિરપુર અર્બન સહકારી બેંક લીની ઓગસ્ટ - ૨૦૨૬ ની વ્યવસ્થાપક-કમિટીની ચૂંટણીમાં મોટો સહકારી સુમેળ જોવા મળ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન મુકેશભાઈ શુકલ તથા બેંકના ચેરમેન અને વિરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૂપેન્દ્રભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ એક સુશિક્ષિત પેનલ સર્વાનુમતે નક્કી કરવામાં આવી હતી. આ નક્કી કરાયેલી આખી પેનલ સામે અન્ય કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી સદર પેનલ બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવી છે. બિનહરીફ વરણી થતાં જ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને બેંકના સભાસદોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.સહકારી ક્ષેત્રે અગ્રેસર એવી વિરપુર અર્બન સહકારી બેંક લી.ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં બેંકના હિત અને સુચારુ વહીવટ માટે મહીસાગર જિલ્લાના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ તથા બેંક ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળ ૧૨ સભ્યોની મજબૂત અને સુશિક્ષિત ઉમેદવારોની પેનલ જાહેર કરાઈ હતી. આ ઉમેદવારો સામે અન્ય કોઈ સભાસદોએ ઉમેદવારી ન નોંધાવતા સમગ્ર પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે. આ નવનિયુક્ત કમિટીમાં જનરલ કેટેગરીની ૯ બેઠકો, મહિલા અનામતની ૨ બેઠકો તેમજ નાના અને સીમાંત ખેડૂત કેટેગરીની ૧ બેઠકનો સમાવેશ થાય છે, જે તમામ પર વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે... બિનહરીફ વિજેતા ઉમેદવારો (બોક્સ) ભૂપેન્દ્રકુમાર રમણલાલ મહેતા, માર્ગેશકુમાર ચંદ્રકાંતભાઈ શુકલ, સ્મિતાબેન ભૂપેન્દ્રકુમાર જયંતિલાલ મહેતા, દેવ્યાનીબહેન દિલીપકુમાર શુકલ, રાજેશકુમાર મોહનલાલ જયસ્વાલ, ડો. આશિષકુમાર રતિલાલ પટેલ, પ્રજ્ઞેશકુમાર રોહિતભાઈ શુકલ, અશ્વિનકુમાર ઓચ્છવલાલ શેઠ, અશોકકુમાર મણિલાલ દેસાઈ, હરીશકુમાર ચંપકલાલ જીનગર, ડાહીબેન ચીમનલાલ પટેલ, અબ્દુલકૈયમ રસુલભાઈ શેખ.
    2
    વિરપુર અર્બન સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ,અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો યથાવત્
મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ અને બેંકના ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળની સુશિક્ષિત પેનલનો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ પરિણામ સામે અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો ત્રણ દાયકા બાદ પણ યથાવત્ જોવા મળ્યો છે. વિરપુર અર્બન સહકારી બેંક લીની ઓગસ્ટ - ૨૦૨૬ ની વ્યવસ્થાપક-કમિટીની ચૂંટણીમાં મોટો સહકારી સુમેળ જોવા મળ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન મુકેશભાઈ શુકલ તથા બેંકના ચેરમેન અને વિરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૂપેન્દ્રભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ એક સુશિક્ષિત પેનલ સર્વાનુમતે નક્કી કરવામાં આવી હતી. આ નક્કી કરાયેલી આખી પેનલ સામે અન્ય કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી સદર પેનલ બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવી છે. બિનહરીફ વરણી થતાં જ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને બેંકના સભાસદોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.સહકારી ક્ષેત્રે અગ્રેસર એવી વિરપુર અર્બન સહકારી બેંક લી.ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં બેંકના હિત અને સુચારુ વહીવટ માટે મહીસાગર જિલ્લાના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ તથા બેંક ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળ ૧૨ સભ્યોની મજબૂત અને સુશિક્ષિત ઉમેદવારોની પેનલ જાહેર કરાઈ હતી. આ ઉમેદવારો સામે અન્ય કોઈ સભાસદોએ ઉમેદવારી ન નોંધાવતા સમગ્ર પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે. આ નવનિયુક્ત કમિટીમાં જનરલ કેટેગરીની ૯ બેઠકો, મહિલા અનામતની ૨ બેઠકો તેમજ નાના અને સીમાંત ખેડૂત કેટેગરીની ૧ બેઠકનો સમાવેશ થાય છે, જે તમામ પર વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે...
બિનહરીફ વિજેતા ઉમેદવારો (બોક્સ)
ભૂપેન્દ્રકુમાર રમણલાલ મહેતા, માર્ગેશકુમાર ચંદ્રકાંતભાઈ શુકલ, સ્મિતાબેન ભૂપેન્દ્રકુમાર જયંતિલાલ મહેતા, દેવ્યાનીબહેન દિલીપકુમાર શુકલ, રાજેશકુમાર મોહનલાલ જયસ્વાલ, ડો. આશિષકુમાર રતિલાલ પટેલ, પ્રજ્ઞેશકુમાર રોહિતભાઈ શુકલ, અશ્વિનકુમાર ઓચ્છવલાલ શેઠ, અશોકકુમાર મણિલાલ દેસાઈ, હરીશકુમાર ચંપકલાલ જીનગર, ડાહીબેન ચીમનલાલ પટેલ, અબ્દુલકૈયમ રસુલભાઈ શેખ.
    user_વિપુલ જોષી
    વિપુલ જોષી
    Advertising agency વીરપુર, મહીસાગર, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.