અષાઢી પૂનમ નિમિત્તે માલણા ગામે ગોગાધામ ખાતે ડુંગરપુરા ભક્ત મંડળનું કેશરી ખેસ ઓઢાડી ભવ્ય સ્વાગત દાંતા તાલુકા: અષાઢી પૂનમના પાવન અવસરે ઉજવાતી ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાંતા તાલુકાના માલણા ગામે આવેલ ગોગાધામ ખાતે ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડુંગરપુરા ભક્ત મંડળ ગોગાધામ ખાતે દર્શનાર્થે પહોંચ્યું હતું. ગોગાધામના ભુવાજી દીવનજી ઠાકોર દ્વારા ભક્તોનું કેશરી ખેસ (રૂમાલ) ઓઢાડી હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ગુરુ મહિમા અને ગોગાજી મહારાજના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ આશીર્વાદ મેળવી ધાર્મિક ઉત્સાહ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેશરી ખેસ ઓઢાડીને કરવામાં આવેલ સન્માનથી ભક્તોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે સૌએ ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરી સમાજમાં એકતા, ભક્તિ અને સેવાભાવનો સંદેશ આપ્યો હતો.
અષાઢી પૂનમ નિમિત્તે માલણા ગામે ગોગાધામ ખાતે ડુંગરપુરા ભક્ત મંડળનું કેશરી ખેસ ઓઢાડી ભવ્ય સ્વાગત દાંતા તાલુકા: અષાઢી પૂનમના પાવન અવસરે ઉજવાતી ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાંતા તાલુકાના માલણા ગામે આવેલ ગોગાધામ ખાતે ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડુંગરપુરા ભક્ત મંડળ ગોગાધામ ખાતે દર્શનાર્થે પહોંચ્યું હતું. ગોગાધામના ભુવાજી દીવનજી ઠાકોર દ્વારા ભક્તોનું કેશરી ખેસ (રૂમાલ) ઓઢાડી હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ગુરુ મહિમા અને ગોગાજી મહારાજના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ આશીર્વાદ મેળવી ધાર્મિક ઉત્સાહ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેશરી ખેસ ઓઢાડીને કરવામાં આવેલ સન્માનથી ભક્તોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે સૌએ ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરી સમાજમાં એકતા, ભક્તિ અને સેવાભાવનો સંદેશ આપ્યો હતો.
- ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ બચાવ થયો ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યોએ જોખમ વચ્ચે પણ હિંમત, કુશળતા અને સમયસૂચકતા દાખવી થોરી ઇશ્વરભાઈ મગનભાઈ સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સમયસર મળેલી જાણકારી, ફાયર ટીમની ઝડપી કામગીરી અને સુઆયોજિત બચાવ અભિયાનના પરિણામે એક કિંમતી માનવજીવન બચાવી શકાયું. આ સફળ કામગીરી ફાયર વિભાગની તત્પરતા, જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે.ઇડર ફાયર ટીમમાં ઝાલા રાજેન્દ્રસિંહ ડ્રાઈવર, ખરાડી જીગ્નેશ ફાયર મેન, પટેલ સંદીપ ફાયર મેન, પટેલ દિપક ફાયર મેન, પટેલ પ્રદીપ ફાયર મેન આ બચાવ કામગીરી કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને અપીલ કરે છે કે પૂર, ભારે વરસાદ અથવા અન્ય કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ગભરાશો નહીં અને તાત્કાલિક ફાયર સર્વિસ અથવા સંબંધિત તંત્રને જાણ કરો, જેથી સમયસર બચાવ કામગીરી હાથ ધરી જાનહાનિ ટાળી શકાય.1
- 36 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવા બાદ PSI નરવરસિંહ રાઠોડને ભાવભીની વિદાય, મોડાસામાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો 36 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવા બાદ PSI નરવરસિંહ રાઠોડને ભાવભીની વિદાય, મોડાસામાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો1
- મોટી હેડલાઈન: ઉપરવાસના વરસાદથી વાત્રક નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ,ખેડૂતોમાં ખુશીની લહેર વાત્રક નદીમાં નવા નીર, ડેમમાં 250 ક્યુસેક પાણીની આવક ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ નદીમાં નવા નીર આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત્રક ડેમમાં 250 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં સારા ચોમાસા અને ખેતી માટે પૂરતા પાણીની આશા જાગી છે. સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.4
- બ્રેકિંગ ન્યુઝ અરવલ્લી મેઘરજ ની વાત્રક નદીમાં નવા નીર આવ્યા : ઉપરવાસના વરસાદથી નદી બે કાંઠે વાત્રક ડેમમાં 250 કયુસેક પાણી ની આવક ઉપરવાસમાં થયેલા સારા વરસાદ ના કારણે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે આથી નદી બે કાંઠે વહેતી થઈ છે લાંબા સમય સૂની પડેલી નદીમાં પાણી આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં સંતોષ લાગણી જોવા મળી છે વાત્રક નદીમાં પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆત માં જ પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆતમાં જ પાણીનું આગમન થતાં ખેડૂતોને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની આશા છે ગ્રામજનો પણ નદીના વહેણને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉપરવાસમાં થયેલા વરસાદની અસરરૂપે વાત્રક ડેમમાં પણ 250 કયુસેક પાણીની આવક નોંધાઇ છે જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ડેમની જળ સપાટીમાં વધારો થશે અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા છે નવા નીરના આગમન સાથે સમગ્ર પંથકમાં સારા ચોમાસાની અપેક્ષા વઘુ મજબૂત બની છે રિપોર્ટર ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ મેઘરજ બ્રેકિંગ ન્યુઝ અરવલ્લી મેઘરજ ની વાત્રક નદીમાં નવા નીર આવ્યા : ઉપરવાસના વરસાદથી નદી બે કાંઠે વાત્રક ડેમમાં 250 કયુસેક પાણી ની આવક ઉપરવાસમાં થયેલા સારા વરસાદ ના કારણે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે આથી નદી બે કાંઠે વહેતી થઈ છે લાંબા સમય સૂની પડેલી નદીમાં પાણી આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં સંતોષ લાગણી જોવા મળી છે વાત્રક નદીમાં પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆત માં જ પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆતમાં જ પાણીનું આગમન થતાં ખેડૂતોને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની આશા છે ગ્રામજનો પણ નદીના વહેણને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉપરવાસમાં થયેલા વરસાદની અસરરૂપે વાત્રક ડેમમાં પણ 250 કયુસેક પાણીની આવક નોંધાઇ છે જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ડેમની જળ સપાટીમાં વધારો થશે અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા છે નવા નીરના આગમન સાથે સમગ્ર પંથકમાં સારા ચોમાસાની અપેક્ષા વઘુ મજબૂત બની છે રિપોર્ટર ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ મેઘરજ3
- આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan1
- દિયોદર પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના 8 થી 9 વાગ્યા દરમિયાન 2.73 ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટરના આદેશ મુજબ દિયોદર પંથકની શાળા-કોલેજો આજે બંધ રાખવામાં આવી હતી. જોકે, બપોર સુધી આકાશ ખુલ્લું હતું અને તડકો પણ હતો. બપોર બાદ શરૂ થયેલો વરસાદ સાંજે વધુ જોરદાર બન્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણ ભયાવહ બન્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વર્તમાનમાં વીજળી પડવાના બનાવો વધી રહ્યા હોવાથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.1
- અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ હવામાન વિભાગની આગાહી મુજબ વાવ-થરાદ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. આ સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા ભાભર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ભાભર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એલ. જોષી સહિત પોલીસ સ્ટાફે રાત્રીના સમયે નીચાણવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વિડીયોમાં જોવા મળ્યા મુજબ ભાભરના મુખ્ય માર્ગ પર પોલીસની ટીમ રિફ્લેક્ટિવ જેકેટ અને ટ્રાફિક બેટન સાથે તૈનાત જોવા મળી. પોલીસ વાહનની બ્લુ-રેડ બીકન લાઈટ ચાલુ રાખીને પોલીસકર્મીઓ રસ્તા પર ઉભા રહી વાહનચાલકોને સાવધાની રાખવા સૂચના આપી રહ્યા હતા. વરસાદી પાણીના કારણે લપસણા રસ્તા અને ઓછી દૃશ્યતાને કારણે અકસ્માત ન થાય તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ કરવામાં આવ્યું. સાથે જ સ્થાનિક લોકોને જરૂર પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણકારી આપવામાં આવી. પોલીસની આ સક્રિયતા અને લોકોની મદદ માટેની તત્પરતાને સ્થાનિક નાગરિકોએ પણ બિરદાવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નીકળે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે.3
- અરવલ્લી મોડાસાના શહેરી વિસ્તાર વોર્ડ નંબર - 1 માં જુના અને જર્જરિત બાંધકામો ધરસાઈ થવાનો સિલસિલો યથાવત. અરવલ્લી મોડાસાના શહેરી વિસ્તાર વોર્ડ નંબર - 1 માં જુના અને જર્જરિત બાંધકામો ધરસાઈ થવાનો સિલસિલો યથાવત, કોઠારીવાડા વિસ્તારમાં જુના મકાનની દીવાલ ધરસાઈ થઈ છે. આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ, બનાવને લઈ ને મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર, ફાયર ઓફિસર સહિત કોર્પોરેટરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તો જૂના અને જર્જરિત બાંધકામો ઉતારી લેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે પાલિકા તંત્ર દ્વારા ચોમાસા પહેલા 90 ઉપરાંત નોટિસો જર્જરિત બાંધકામો માટે અપાઈ હોવાનું પાલિકા ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે માહિતી આપી હતી. ચોમાસાની ઋતુમાં જુના અને જર્જરિત બાંધકામો ધરસાઈ થવાના બનાવો સામે આવે છે ત્યારે વધુ એક બનાવ આજે સામે આવ્યો છે.2