logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલના શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરે ભૂદેવો દ્વારા સમૂહ નૂતન યજ્ઞોપવીત ધારણ કાર્યક્રમ સંપન્ન: નેપાળ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ કાલોલ ખાતે આવેલ પવિત્ર શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં સ્થાનિક ભૂદેવો દ્વારા સમૂહ નૂતન યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો એક ભવ્ય અને ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે નવીન યજ્ઞોપવીત ધારણ કરી હતી. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે બ્રહ્મસમાજ દ્વારા સામાજિક સંવેદના અને માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. પાડોશી દેશ નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી ભયંકર કુદરતી હોનારતમાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોના આત્માની શાંતિ માટે વિશેષ શાંતિપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વે ભૂદેવોએ અને ભક્તોએ સાથે મળીને મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું સફળ આયોજનમાં રિતેશભાઈ પંડ્યા, શૈલેષભાઈ જાની અને દીપકભાઈ જાની વિશેષ સહયોગ રહ્યો હતો. શિવમય વાતાવરણ વચ્ચે સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.

9 hrs ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
9 hrs ago
b2353c22-5d60-412e-9ca9-ef84cb2c2bbc

કાલોલના શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરે ભૂદેવો દ્વારા સમૂહ નૂતન યજ્ઞોપવીત ધારણ કાર્યક્રમ સંપન્ન: નેપાળ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ કાલોલ ખાતે આવેલ પવિત્ર શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં સ્થાનિક ભૂદેવો દ્વારા સમૂહ નૂતન યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો એક ભવ્ય અને ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે નવીન યજ્ઞોપવીત ધારણ કરી હતી. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે બ્રહ્મસમાજ દ્વારા સામાજિક સંવેદના અને

4a2656d4-d058-4254-b106-cf9860446390

માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. પાડોશી દેશ નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી ભયંકર કુદરતી હોનારતમાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોના આત્માની શાંતિ માટે વિશેષ શાંતિપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વે ભૂદેવોએ અને ભક્તોએ સાથે મળીને મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું સફળ આયોજનમાં રિતેશભાઈ પંડ્યા, શૈલેષભાઈ જાની અને દીપકભાઈ જાની વિશેષ સહયોગ રહ્યો હતો. શિવમય વાતાવરણ વચ્ચે સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.

More news from ગુજરાત and nearby areas
  • હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. હાલોલ-વડોદરા હાઇવે પર આજે શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક વચ્ચે ટક્કર થતાં કુલ 7 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, એક જ બાઇક પર ચાર લોકો સવાર થઇને જરોદથી વેજલપુર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન આગળ ચાલી રહેલી અન્ય એક બાઇક સાથે તેમની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક સુરેશભાઈ શનાભાઈ બારીયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જ્યારે તેમની સાથે સવાર તેમની દીકરી કાજલબેન અને પુત્ર જયવીરને પણ માથામાં ઇજાઓ થઇ છે, તેમજ તેમની પત્ની લક્ષ્મીબેન બારીયાને સામાન્ય ઇજાઓ પહોંચી છે. બીજી તરફ, જે બાઇક સાથે ટક્કર થઈ હતી તેના પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના એક પરિવારના ત્રણ લોકો સવાર હતા. જેમાં શૈલેષ રમણભાઈ નિનામા, અનીતાબેન શૈલેષભાઈ નિનામા અને તેમનો નાનો પુત્ર જેમિન શૈલેષભાઈ નિનામા સમાવિષ્ટ છે. આ ત્રણેય લોકોને અકસ્માતમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાઇવે પર અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની મદદથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
    1
    હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા.

હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા.
હાલોલ-વડોદરા હાઇવે પર આજે શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક વચ્ચે ટક્કર થતાં કુલ 7 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, એક જ બાઇક પર ચાર લોકો સવાર થઇને જરોદથી વેજલપુર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન આગળ ચાલી રહેલી અન્ય એક બાઇક સાથે તેમની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક સુરેશભાઈ શનાભાઈ બારીયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જ્યારે તેમની સાથે સવાર તેમની દીકરી કાજલબેન અને પુત્ર જયવીરને પણ માથામાં ઇજાઓ થઇ છે, તેમજ તેમની પત્ની લક્ષ્મીબેન બારીયાને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
બીજી તરફ, જે બાઇક સાથે ટક્કર થઈ હતી તેના પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના એક પરિવારના ત્રણ લોકો સવાર હતા. જેમાં શૈલેષ રમણભાઈ નિનામા, અનીતાબેન શૈલેષભાઈ નિનામા અને તેમનો નાનો પુત્ર જેમિન શૈલેષભાઈ નિનામા સમાવિષ્ટ છે. આ ત્રણેય લોકોને અકસ્માતમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
હાઇવે પર અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની મદદથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પટેલ ચાલના રાજાનું ભવ્ય અને ઉત્સાહભેર આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે યુવકો દ્વારા ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વિસ્તારના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર અકોટા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ બાપ્પાના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
    1
    ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન!
ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન!
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પટેલ ચાલના રાજાનું ભવ્ય અને ઉત્સાહભેર આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે યુવકો દ્વારા ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વિસ્તારના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર અકોટા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ બાપ્પાના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • लारी-गल्ला कारोबार भी चले, गाड़ी वालों को रास्ता मिले और जनता भी न हो परेशान—VMC के नियमों से बने शहर में बेहतर व्यवस्था” #DastakIndia24news #crimealertdigitalnews #cockroachJanatanews #highlightsシ゚ #highlightseveryonefollowers #highlightsfollowers #highlightseveryonefbreels #followersnonfollowers #followersシ゚ #unfollowers
    1
    लारी-गल्ला कारोबार भी चले, गाड़ी वालों को रास्ता मिले और जनता भी न हो परेशान—VMC के नियमों से बने शहर में बेहतर व्यवस्था”
#DastakIndia24news
#crimealertdigitalnews
#cockroachJanatanews
#highlightsシ゚ #highlightseveryonefollowers 
#highlightsfollowers #highlightseveryonefbreels 
#followersnonfollowers 
#followersシ゚ #unfollowers
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    Auditor વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • ભાજપ ના લોકો સવાલ થી ભાગે છે અખિલેશ યાદવે કર્યા ગંભીર આક્ષેપ
    1
    ભાજપ ના લોકો સવાલ થી ભાગે છે અખિલેશ યાદવે કર્યા ગંભીર આક્ષેપ
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    6 hrs ago
  • રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી
    4
    રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન. આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.
    1
    વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન.  આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    12 hrs ago
  • લુણાવાડા ટાઉન પોલીસને મોટી સફળતા: વિદેશી દારૂના કેસમાં ગાડી સહિત રૂ. 32,895/- નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર વિદેશી દારૂનો કેસ શોધી કાઢવામાં લુણાવાડા ટાઉન પોલીસને મળેલ સફળતા પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન મહીસાગર જિલ્લાનાઓએ પ્રોહી/જુગાર અંગેની અસરકારક કામગીરી કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કમલેશ વસાવા સાહેબ લુણાવાડા વિભાગ, લુણાવાડા નાઓના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. શ્રી બી.એમ.ચૌધરી સાહેબ નાઓની સુચના આધારે લુણાવાડા ટાઉન પોલીસના માણસો પ્રોહી મુદ્દામાલ અંગેની તપાસમાં રહેલ. જે દરમ્યાન અ.પો.કો. વિલેશકુમાર ફતેસિંહ નાઓને બાતમી મળેલ કે વાંસિયા તળાવ રોડ નજીક એક ઇસમ નામે મોહંમદ તૌકીર રફીક શેખ રહે- વાંસિયા દરવાજા પાસે એક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જતા ગાડીનો ચાલક અમો પોલીસને જોઈને નાસી ગયેલ હોય અને પંચો રૂબરૂ ગાડીના આગળના ભાગે મુકેલ એક વિમલના થેલામાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ જેથી પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા ડીકીમાં તેમજ વિમલના થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ટીન બીયર ફુલ બોટલ નંગ-૧૯, કિ.રૂ.૨૮૯૫/- તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૩૨,૮૮૫/- નો મળી આવેલ જે અંગે લુણાવાડા ટાઉન પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ: ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટીન બીયર - ૧૯ નંગ કિં.રૂ. ૨૮,૯૫/- અને એક એક્ટિવા મળી કુલ રૂ. ૩૨,૮૮૫/-
    2
    લુણાવાડા ટાઉન પોલીસને મોટી સફળતા: વિદેશી દારૂના કેસમાં ગાડી સહિત રૂ. 32,895/- નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર
વિદેશી દારૂનો કેસ શોધી કાઢવામાં લુણાવાડા ટાઉન પોલીસને મળેલ સફળતા
પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન મહીસાગર જિલ્લાનાઓએ પ્રોહી/જુગાર અંગેની અસરકારક કામગીરી કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કમલેશ વસાવા સાહેબ લુણાવાડા વિભાગ, લુણાવાડા નાઓના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. શ્રી બી.એમ.ચૌધરી સાહેબ નાઓની સુચના આધારે લુણાવાડા ટાઉન પોલીસના માણસો પ્રોહી મુદ્દામાલ અંગેની તપાસમાં રહેલ.
જે દરમ્યાન અ.પો.કો. વિલેશકુમાર ફતેસિંહ  નાઓને બાતમી મળેલ કે વાંસિયા તળાવ રોડ નજીક એક ઇસમ નામે મોહંમદ તૌકીર રફીક શેખ રહે- વાંસિયા દરવાજા પાસે એક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જતા ગાડીનો ચાલક અમો પોલીસને જોઈને નાસી ગયેલ હોય અને પંચો રૂબરૂ ગાડીના આગળના ભાગે મુકેલ એક વિમલના થેલામાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ જેથી પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા ડીકીમાં તેમજ વિમલના થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ટીન બીયર ફુલ બોટલ નંગ-૧૯, કિ.રૂ.૨૮૯૫/- તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૩૨,૮૮૫/- નો મળી આવેલ જે અંગે લુણાવાડા ટાઉન પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ:
ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટીન બીયર - ૧૯ નંગ કિં.રૂ. ૨૮,૯૫/- અને એક એક્ટિવા મળી કુલ રૂ. ૩૨,૮૮૫/-
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Photographer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • Post by Husenbhai multani
    4
    Post by Husenbhai multani
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.