Shuru
Apke Nagar Ki App…
થરાદમાં LCB એ ખારા ખોડા ગામ પાસે વિદેશી દારૂની 2304 બોટલ સાથે રૂ 10,23,136નો મુદ્દામાલ ઝડપ્યો થરાદમાં LCB એ ખારા ખોડા ગામ પાસે વિદેશી દારૂની 2304 બોટલ સાથે રૂ 10,23,136નો મુદ્દામાલ ઝડપ્યો
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
થરાદમાં LCB એ ખારા ખોડા ગામ પાસે વિદેશી દારૂની 2304 બોટલ સાથે રૂ 10,23,136નો મુદ્દામાલ ઝડપ્યો થરાદમાં LCB એ ખારા ખોડા ગામ પાસે વિદેશી દારૂની 2304 બોટલ સાથે રૂ 10,23,136નો મુદ્દામાલ ઝડપ્યો
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh Chaudhary1
- ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલે મોરીખા મડર કેશમાં હજુ સુધી ન્યાય ના મળતાં સમગ્ર ભારતના નાગરિકો ને આપ્યો એક સંદેસ. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- ભોરોલ–ઢીમા માર્ગ બિસ્માર બન્યો, હવે રસ્તો પહોળો કરવાની પણ માંગ ઉઠી થરાદ: ભોરોલથી ઢીમાને જોડતો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો તેમજ ઢીમા ધરણીધર મંદિરના દર્શને જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢીમા ખાતે આવેલું ધરણીધર મંદિર ‘મીની દ્વારકા’ તરીકે ઓળખાય છે અને દર પૂનમના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડે છે. ભોરોલ–ઢીમા માર્ગ પર ઠેર-ઠેર ખાડા તેમજ ઉબડખાબડ રસ્તાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને પૂનમના દિવસે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી માર્ગની હાલતને કારણે અકસ્માતનું જોખમ પણ વધે છે. સ્થાનિકો દ્વારા માત્ર માર્ગની મરામત જ નહીં પરંતુ ભોરોલથી ઢીમા સુધીના માર્ગને જરૂરી મુજબ પહોળો કરી તેનું યોગ્ય નવીનીકરણ કરવાની પણ માંગ ઉઠી છે. ધાર્મિક સ્થળ તરીકે મહત્વ ધરાવતા ઢીમા ધરણીધર મંદિર સુધી પહોંચવા માટે સારો અને સુવિધાયુક્ત માર્ગ હોવો જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં ઢીમા ખાતે યોજાતા પૂનમના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની શક્યતા છે. ત્યારે વાહનોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખી માર્ગને પહોળો કરવામાં આવે તો વાહનચાલકો તેમજ યાત્રાળુઓને મોટી રાહત મળી શકે તેમ છે. આથી સંબંધિત તંત્ર દ્વારા ભોરોલ–ઢીમા માર્ગનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે મરામત, નવીનીકરણ અને માર્ગ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.4
- *मोरबी सब-जेल में रक्षा बंधन के दिन बहनें अपने भाई को राखी बांधने सब-जेल पहुंचीं।* रिपोर्ट रमेश ठाकोर हलवद मोरबी संपर्क नंबर 8141020244 नक्षत्र न्यूज चैनल TATA SKY (PLAY) चैनल नंबर GTPL चैनल नंबर-268 SITI केबल बिहार चैनल नंबर- 230 JIO TV - 1778 JIO TV MOBILE APP और OTT प्लेटफॉर्म TATA BINGE पर देख सकते हैं...1
- સુરેન્દ્રનગર સબજેલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી સબજેલમાં1
- કડી તાલુકા ના દેવગઢ ગામે ખેડૂતના પાર્ક કરેલ ટ્રેક્ટરની ચોરી કરી ફરાર થયેલ ચોરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કડી નાં દેત્રોજ રોડ પરથી રંગે હાથ ઝડપી પાડ્યા *કડીના દેવગઢ ગામેથી ટ્રેક્ટર ચોરી કરનાર શખ્સ ઝડપાયો, પોલીસની ત્વરિત કાર્યવાહી* * કડી તાલુકાના દેવગઢ ગામેથી ટ્રેક્ટરની ચોરી કરી ફરાર થયેલા ચોરને કડી પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ ગામના જયભાઈ પ્રજાપતિનું ટ્રેક્ટર તેમના ઘર આગળ પાર્ક કરેલું હતું. રાત્રિ દરમિયાન તેઓ બહાર નીકળતા ટ્રેક્ટર સ્થળ પર ન દેખાતા તાત્કાલિક પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ તાત્કાલિક 112 હેલ્પલાઈન પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. ફરિયાદ મળતા જ કડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી. પોલીસની સતર્કતા અને ખેડૂતની સમયસૂચકતાના કારણે દેત્રોજ રોડ પર આવેલ બહુચર માતા મંદિર નજીકથી એક ચોરને ટ્રેક્ટર સાથે રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય ઈસમો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. કડી પોલીસે ટ્રેક્ટર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સરાહનીય કામગીરી બદલ સ્થાનિક ખેડૂતોમાં પોલીસ પ્રત્યે આભારની લાગણી જોવા મળી રહી છે.1
- મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી, વહેલી મુક્તિ માટે આપ્યા આશીર્વાદ મોરબી: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી સબ જેલમાં ભાવુક વાતાવરણ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સબ જેલમાં રહેલા પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે અનેક બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની વહેલી મુક્તિ થાય અને તેમનું જીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે માનવતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. જે મહિલા કેદીઓને રક્ષાબંધનના દિવસે પરિવારજનો રાખડી બાંધવા માટે આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ભૂમિકા નિભાવી હતી. જેલ સ્ટાફના કર્મચારીઓએ મહિલા કેદીઓને રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી કરાવી હતી. રક્ષાબંધનના પર્વે જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કેદીઓ તથા તેમના પરિવારજનોએ રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી વ્યવસ્થા બદલ જેલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.1
- બ્રેકિંગ ન્યૂઝ: આંબાઘાટા ઢાળ પર કપચી ભરેલી ટ્રક પલટી, મોટી હોનારત ટળી સ્થળ: આંબાઘાટા ઢાળ (ગુજરાત) સમાચાર વિગત: આંબાઘાટા ઢાળ પાસે આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. કપચી (મેટલ) ભરીને જઈ રહેલી એક ટાટા (TATA) કંપનીની ટ્રક (નંબર: GJ 02 B T 2395) અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં પલટી મારી ગઈ હતી. વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે ટ્રક પલટી મારી જતાં તેમાં ભરેલી તમામ કપચી રસ્તાની એક બાજુ ઢગલો થઈ ગઈ હતી. ટ્રકની બોડી અને નીચેના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મોટો જાનમાલનો અકસ્માત થતા ટળ્યો છે3
- રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો તહેવાર નહીં, સમાજની સુરક્ષા અને એકતાનો સંકલ્પ પણ છે : સામાજિક કાર્યકર તરુણ પટેલ વિજાપુર, તા. 28 : રક્ષાબંધન પ્રેમ અને રક્ષણ સાથે સામાજિક એકતા તથા નાગરિક જવાબદારીનો સંકલ્પ લેવાનો અવસર છે, તેમ સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું. તરુણ પટેલે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી તાલુકાની જનતાને અપીલ કરી હતી કે કાયદાનું પાલન કરે અને કોઈ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિ જણાય તો કાયદો હાથમાં લીધા વિના સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરે. તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની જાગૃતિ, એકતા અને કાયદા પરનો વિશ્વાસ સમાજને સુરક્ષિત બનાવે છે. રક્ષાબંધન નિમિત્તે તેમણે સૌને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વિજાપુરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.1