લીંબડી ખાતે દીકરીઓને પોરતસાહન આપવા વિવિધ રમતગમત 8 માર્ચના રોજ યોજાશે. અસ્મિતા ખેલો ઈન્ડીયા અંતરગત આયોજન, લીંબડી ખાતે અસમિતા ખેલો ઈન્ડીયા અંતરગત રમત ગમતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે 8 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સપોર્ટસ કોચિગ સેન્ટર ખાતે યોજાશે. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના વિભાગ અંતર્ગત, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અસ્મિતા લીગ (Achieving Sports Milestone by Inspiring Women Through Action) નું આયોજન જિલ્લા પ્રશાસન, Sports Authority of India, MY Bharat અને જિલ્લા રમતગમત કચેરીના સંકલનથી કરવામાં આવી રહ્યું છે. અસ્મિતા, ખેલો ઇન્ડિયા યોજનાના અંતર્ગત “Sports for Women” ને પ્રોત્સાહન આપતી એક મુખ્ય પહેલ છે, જેનો હેતુ દેશભરની દીકરીઓ અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ લીગમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ તેમજ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. સ્પર્ધા ત્રણ વય જૂથોમાં યોજાશે — અન્ડર-13 વર્ષ, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી વધુ. જિલ્લા સુરેન્દ્રનગરમાં આ સ્પર્ધા તા. 8 માર્ચ 2026ના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, લીમડી ખાતે યોજાશે। તમામ ભાગ લેનારોએ સવારે 7:30 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જિલ્લાની તમામ દીકરીઓ અને તમામ વય જૂથની મહિલાઓને વિનંતી છે કે તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે અસ્મિતા લીગ માત્ર સ્પર્ધા નથી, પરંતુ રમતગમત દ્વારા આત્મવિશ્વાસ, હિંમત અને મહિલા સશક્તિકરણનો ઉજાસ છે. તમામ શાળાઓ, મહાવિદ્યાલયો, વાલીઓ અને સમાજના આગેવાનોને અપીલ છે કે તેઓ દીકરીઓ અને મહિલાઓને નોંધણી માટે પ્રોત્સાહિત કરે અને આ પ્રતિષ્ઠિત પહેલમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે છે.

- શ્રી દેરાળા પ્રાથમિક શાળામાં હોળી-ધુળેટીના પવિત્ર પર્વ નિમિત્તે ‘રંગોત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાની સવારની પ્રાર્થના સભાથી થઈ હતી, જેમાં રાજુભાઈ દ્વારા વિદ્યાર્થીઓને હોળી અને ધુળેટીના પૌરાણિક ઇતિહાસ અને તેના મહત્વ વિશે સુંદર રજૂઆત કરવામાં આવી હતી. આ જ્ઞાનસભર વાતો બાદ શાળાના મેદાનમાં રંગોના ઉત્સવનો પ્રારંભ થયો હતો. ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓએ પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે કેસૂડાંના પ્રાકૃતિક રંગો, અબીલ, ગુલાલ અને કંકુથી એકબીજાને રંગ્યા હતા. નાના ભૂલકાઓ પિચકારી અને ફુગ્ગા લઈને આનંદમાં આવી ગયા હતા અને આખું શાળા સંકુલ કેસરી રંગના કેસૂડાં અને ગુલાલની છોળોથી મહેકી ઉઠ્યું હતું. રંગોની આ રમઝટ બાદ તમામ વિદ્યાર્થીઓએ સાથે મળીને હોળીનો પરંપરાગત પ્રસાદ એવા ખજૂર, ધાણી અને દાળિયાની જયાફત માણી હતી. આમ, હર્ષોલ્લાસ સાથે શ્રી દેરાળા પ્રાથમિક શાળામાં રંગોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881
- પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુધ કલમ ૩૧૬(૨),૩૧૬ (૫),૩૧૮ (૪),તથા ૩૩૬(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- હળવદ શહેરમાં આજે ધુળેટી પર્વની રંગીન અને આનંદમય ઉજવણી જોવા મળી રહી છે. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો, યુવાનો અને વડીલો રંગો સાથે એકબીજાને અભિવાદન કરી તહેવારની ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા. “બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે બાળકો એકબીજાને રંગ લગાવી મોજ-મસ્તીમાં તલીન બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રંગ અને ગુલાલની છટા છવાઈ ગઈ હતી. ધુળેટી પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી હતી. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થતા હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- Post by Kamlesh Bhai4
- જસદણ નાં આંબરડી ગામ આમ આદમી પાર્ટી દ્વારા પાક ની હોળી કરવામાં આવી હતી ખેડૂતોને પુરતાં ભાવ ન મળતાં આમ આદમી પાર્ટી નાં પ્રવીણ રામ જીગાસા પટેલ બ્રિજરાજ સોલંકી સહિતના કાર્યકરો એ પાક ની હોળી કરવામાં આવી હતી1
- અમદાવાદમાં 65 વર્ષના આધેડ ભરત પરમાર એ બાળકી સાથે.. શારીરિક અડપલા કર્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી1
- સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીના પર્વનુ આયોજન કરવામાં આવીયુ હતું જેમા પોલીસ પરિવાર સાથે હોળી-ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણીમા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ સહિત ડીવાયએસપી, પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રંગોના ઉત્સવમાં સહભાગી બનીયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટી ના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ભારે સુરક્ષાની જવાબદારી વચ્ચે ખુશીઓની એક હળવી ક્ષણ માણી હતી. રેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે હર્ષોલ્લાસભેર હોળી ની ઉજવણી કરી હતી. રંગો અને આનંદના માહોલ વચ્ચે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર બની ગયું હતું. જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.1
- બોટાદ શહેરના ખસ રોડ પર આવેલ પોલીસ અધિક્ષક કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ડી.વાય.એસ.પી અને જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ધૂળેટી પર્વને લઈ રંગોત્સવનું પોલીસ પરિવાર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જીલ્લા પોલીસ વડા દ્વારા લોકસેવા તત્પર રહેતા પોલીસ જવાનો પણ હોળી અને ધૂળેટીની ઉજવણી કરી આનંદ ઉત્સાહમાં સહભાગી થઈ શકે તે માટે પોલીસ પરિવાર માટે બોટાદ એસપી દ્વારા પોલીસ અધિક્ષક કચેરી હેડક્વાર્ટર ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં બોટાદ જીલ્લાના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, તેમના પરિવારજનો જોડાયા હતા, નેચરલ કલર તેમજ રંગીન પાણીના પ્રવાહ સાથે કાર્યકમ યોજાયેલ, રંગોત્સવના કલરફૂલ વાતાવરણમાં સમગ્ર જિલ્લાના પોલીસ પરિવારે એકસાથે ડી.જે. ના તાલે ઝૂમ્યા હતા તો સાથે જ ગરબાની રમઝટ બોલાવી હતી અને સહુ લોકોએ એકસાથે મળી પરિવારની ભાવના સાથે ડાન્સ મસ્તી અને આનંદ ઉન્માદ સાથે રંગોત્સવની ઉજવણી કરાઈ. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881
- ફરજ પર અડગ, પરંતુ દિલથી રંગીલાં – બોટાદ પોલીસ પરિવારની અનોખી ધુળેટી. બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધુળેટી પર્વની રંગબેરંગ1