Shuru
Apke Nagar Ki App…
હળવદમાં “બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે ધુળેટીનો રંગોત્સવ ધામધૂમથી ઉજવાયો હળવદ શહેરમાં આજે ધુળેટી પર્વની રંગીન અને આનંદમય ઉજવણી જોવા મળી રહી છે. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો, યુવાનો અને વડીલો રંગો સાથે એકબીજાને અભિવાદન કરી તહેવારની ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા. “બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે બાળકો એકબીજાને રંગ લગાવી મોજ-મસ્તીમાં તલીન બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રંગ અને ગુલાલની છટા છવાઈ ગઈ હતી. ધુળેટી પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી હતી. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થતા હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad
હળવદમાં “બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે ધુળેટીનો રંગોત્સવ ધામધૂમથી ઉજવાયો હળવદ શહેરમાં આજે ધુળેટી પર્વની રંગીન અને આનંદમય ઉજવણી જોવા મળી રહી છે. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો, યુવાનો અને વડીલો રંગો સાથે એકબીજાને અભિવાદન કરી તહેવારની ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા. “બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે બાળકો એકબીજાને રંગ લગાવી મોજ-મસ્તીમાં તલીન બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રંગ અને ગુલાલની છટા છવાઈ ગઈ હતી. ધુળેટી પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી હતી. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થતા હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- હોળી-ધૂળેટીના તહેવારો નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં સફળ દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર ધીરજ મથુરારાય યાદવની ઓરડીમાં તપાસ કરતા વેચાણ અર્થે સંગ્રહાયેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટગ સહિતની કુલ 128 બોટલો કબ્જે કરી હતી, જેની કુલ કિંમત 1,71,100 થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા,પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.1
- પોલીસે કુલ રૂ. 3,36,210 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા સલામતી અને સુરક્ષા અંગેની તાલીમ યોજવામાં આવી. આ તાલીમમાં તમામ બાળકો, એસએમસી સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં શાળાના શિક્ષક મહેશભાઈ કાલિયાએ આગના પ્રકારો, આગની ઘટનાઓ અને તેના બચવાના ઉપાયો વિશે માહિતી આપી. શૈલેષભાઈ ભૂંગાણીએ કુદરતી કે માનવસર્જિત ઘટનાઓ અને તેમાંથી બચવાના ઉપાયોઅને ભૂકંપ મોકડ્રિલ વગેરે વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ ફાયર ડેમોસ્ટ્રેશન અને ફાયર બોટલ ઉપયોગ વિશે તાલીમ આપી અને આગ સમયે ફાયર બોટલના ઉપયોગ વિશે લાઈવ ડેમો કર્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881
- Post by Kamlesh Bhai4
- કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સામાધાન.1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સુરેન્દ્રનગર આંગણવાડીની બહેનોએ હલાબોલ સાથે પોતાની વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ઓનલાઇન કામગીરી નહીં કરવા અને 2022થી વચન આપ્યા છતાં આંગણવાડી વર્કરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવામાં આવેલ નથી. 2019માં આપેલ મોબાઈલ તદ્દન નકામા થઈ ગયા છે તે પણ આપ જાણો છો. 2022 પછી પોષણ ટ્રેકર ઉપરાંત, પોષણસંગમ અને એવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે પોષણ ટ્રેકરમાં અનેક પ્રકારની માહિતીઓ આપવાની હોય છે, ફેસકેપ્ચર એપ્લિકેશન રેગ્યુલર ચાલતી જ નથી એવીટી એપ્લિકેશન તો કામ જ કરતું નથી અને બાળકો જેટલા હાજર હોય તેની કરતા ઘણી ઓછી સંખ્યા બતાવે છે તેમજ આંગણવાડી વર્કરો પાસે સક્ષમ મોબાઈલ પણ નથી. અને પરિણામે તદ્દન ખોટી હાજરીની ગણતરી થાય છે, તે અનુભવ આપ સાહેબને પણ છે અને જાણકારી માં જ છે, તેમજ ખોટી ઓછી હાજરી પ્રમાણે જ બાળકો માટે આહાર અને નાસ્તાબિલ મળશે એમ જણાવવામાં આવી રહ્યું છે, તો બાકીના બાળકોના ભોજનની જવાબદારી કોની હશે? આપની ઉપર રાજ્યકક્ષાએથી સ્વાભાવિક દબાણ હોય એટલે આંગણવાડી વર્કરો પાસે સો ટકા કામગીરીનું આગ્રહ રખાય છે જે શક્ય જ નથી. આ પરિસ્થિતિને કારણે આઈસીડીએસ નો મુખ્ય હેતુ માર્યો જાય છે અને બાળકોના પોષણ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને ઈત્તર પ્રવૃત્તિમાં ધ્યાન આપવા માટે નો સમય જ રહેતો નથી અને મોટાભાગનો સમય નવા નવા એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં જ પસાર થાય છે અને તેની કામગીરી ઉપર અસર ઊભી થાય છે તેમજ આંગણવાડી વર્કરોની માનસિક સ્થિતિ ઉપર પણ ગંભીર પ્રકારની અસર થાય છે. આપ એ પણ હકીકત જાણો છો કે લાંબા સમયથી આંગણવાડી વર્કર હેલ્પરો ઓછા પગાર હોવાની અને અન્ય બાર જેટલા મુદ્દાઓની માગણી કર્યા છતાં સરકાર દ્વારા તેનો કોઈ જ ઉકેલ લાવવામાં આવેલ નથી. હવે આંગણવાડી વર્કરોની ધીરજનો અંત આવેલ છે અને છ કલાકમાં કામગીરી કરવું મુશ્કેલ બનેલ છે ઓછા પગારમાં વધુ કામગીરી લેવાનું સહન થાય તેવું નથી. આ બાબતોની અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા છેવટે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી તારીખ 5 મી માર્ચ કે તે પછીની કોઈ પણ તારીખથી નહીં કરવાનો નિર્ણય કરેલ છે જે આપને જાણ કરીએ છીએ. જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ ન આવે તેમજ નવા મોબાઈલ આપવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઇન કામગીરી કરવામાં આવશે નહીં જે જાણશોજી.1
- ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાસમ રાજા ત્રાયા દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. આરોપીએ મીઠીરોહર જીઆઈડીસી પાસે સર્વે નંબર 573 પૈકીની સરકારી જમીન પર 202.8 ચોરસ મીટરમાં હોટલ અને બે રૂમો બનાવી દબાણ કર્યું હતું. આ જમીનની બજાર કિંમત આશરે .20.28 લાખ થાય છે. પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધું હતું.1
- સ્વામિનારાયણ ભગવાન સંતો, મહંતોની સાથે રંગો થી રમ્યા હતા ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધુળેટી પર્વની ભવ્યઉજવણી કરવામાં આવે છે. - હરીજીવનદાસજી સ્વામી ચેરમેન ગઢડા ગોપીનાથજી મંદિર1