ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સાળંગપુર હનુમાનજીના ચરણે વર્લ્ડ કપ ટ્રોફી ધરી; ભારતની ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી સાળંગપુર ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ‘T-20 વર્લ્ડ કપ’ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને 'મિસ્ટર 360' તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા. ભારત વિશ્વવિજેતા બને તે માટે રાખેલી માનતા પૂર્ણ કરવા બંને દિગ્ગજો પોતાની સાથે વર્લ્ડ કપ ટ્રોફી પણ લાવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે દાદાના ગર્ભગૃહમાં જઈને સુવર્ણ વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી હતી. દાદાના ચરણે ટ્રોફી ધરીને બંનેએ દેશની આ મોટી સફળતા માટે આભાર માન્યો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પવિત્ર અવસરે કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરે ધજા પૂજનની વિધિ સંપન્ન કરી હતી અને મંદિરના શિખર પર આસ્થા સાથે ધજા ચડાવી હતી. મંદિરના પૂજ્ય સંતો દ્વારા આ બંને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, શ્રી નૌત્તમસ્વામીજી (પ્રમુખશ્રી, સત્સંગ મહાસભા), શ્રી શુકદેવસ્વામીજી (ગોકુલધામ નાર), કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામી-સાળંગપુરધામ, પૂજ્ય સંતોએ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની નેતૃત્વ ક્ષમતા અને ભારતીય ટીમની મહેનતને બિરદાવી હતી અને આગામી ટુર્નામેન્ટ્સમાં પણ ભારત વિજયી બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. દર્શનાર્થે આવેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, "વર્લ્ડ કપ જીતવો એ આખા દેશનું સપનું હતું અને દાદાની કૃપાથી જ અમે આ ટ્રોફી ભારત લાવી શક્યા છીએ. આજે અહીં ટ્રોફી સાથે નતમસ્તક થઈને હું અને ગૌતમભાઈ ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ." અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સાળંગપુર હનુમાનજીના ચરણે વર્લ્ડ કપ ટ્રોફી ધરી; ભારતની ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી સાળંગપુર ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ‘T-20 વર્લ્ડ કપ’ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને 'મિસ્ટર 360' તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા. ભારત વિશ્વવિજેતા બને તે માટે રાખેલી માનતા પૂર્ણ કરવા બંને દિગ્ગજો પોતાની સાથે વર્લ્ડ કપ ટ્રોફી
પણ લાવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે દાદાના ગર્ભગૃહમાં જઈને સુવર્ણ વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી હતી. દાદાના ચરણે ટ્રોફી ધરીને બંનેએ દેશની આ મોટી સફળતા માટે આભાર માન્યો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પવિત્ર અવસરે કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરે ધજા પૂજનની વિધિ સંપન્ન કરી હતી અને મંદિરના શિખર પર આસ્થા સાથે ધજા ચડાવી હતી. મંદિરના પૂજ્ય સંતો દ્વારા આ બંને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, શ્રી
નૌત્તમસ્વામીજી (પ્રમુખશ્રી, સત્સંગ મહાસભા), શ્રી શુકદેવસ્વામીજી (ગોકુલધામ નાર), કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામી-સાળંગપુરધામ, પૂજ્ય સંતોએ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની નેતૃત્વ ક્ષમતા અને ભારતીય ટીમની મહેનતને બિરદાવી હતી અને આગામી ટુર્નામેન્ટ્સમાં પણ ભારત વિજયી બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. દર્શનાર્થે આવેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, "વર્લ્ડ કપ જીતવો એ આખા દેશનું સપનું હતું અને દાદાની કૃપાથી જ અમે આ ટ્રોફી ભારત લાવી શક્યા છીએ. આજે અહીં ટ્રોફી સાથે નતમસ્તક થઈને હું અને ગૌતમભાઈ ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ." અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- સાસણ ગીર ના જિલ્લા પંચાયત મત વિસ્તારમાં સિરવાણ ગામ મતદાન મથક ન હોવાથી લોકો એ પાંચ કિલોમીટર દૂર મતદાન કરવા માટે જવુ પડે છે ત્યારે લોકો ની આ રજૂઆતો મળતાં અમોએ ચુંટણી પંચને આ બાબતે રજુઆતો કરી હતી અને જેથી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સાસણ ગીર ના જંગલ વિસ્તારમાં આવેલ સિરવાણ ગામના લોકો પોતાના ગામમાં જ હવે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમ કલેકટરશ્રી જુનાગઢ એ જણાવ્યું હતું ત્યારે આ બાબતે જૂનાગઢ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં....... અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ3
- Post by પત્રકાર1
- બ્રેકિંગ રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું બાઈટ 1 હરિ પટેલ ભાજપ પૂર્વ સાંસદ1
- અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર1
- Post by Nationgujarat.com1
- બ્રેકિંગ....... અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા..... સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં... ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ .... અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન.... કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું.... ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...1
- બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત .. ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત .. અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ1
- ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો1