Shuru
Apke Nagar Ki App…
ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે ચોટીલા ખાતે ભક્તોનો ઘોડાપૂર | ચામુંડા માતાજીના દર્શનથી ભક્તિમય માહોલ
Dinesh Gambhava Report
ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે ચોટીલા ખાતે ભક્તોનો ઘોડાપૂર | ચામુંડા માતાજીના દર્શનથી ભક્તિમય માહોલ
More news from ગુજરાત and nearby areas
- રાજ્યમાં ચાર દિવસ માટે કમોસમી વરસાદની આગાહી વચ્ચે બુધવારે મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ બાદ ગુરુવારે બપોર પછી પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ગુરુવારે બપોર પછી વાવાઝોડુ અને વરસાદ અચાનક શરૂ થતા શહેરની મુખ્ય બજારમાં અફરા તફરી મચી જવા પામી હતી. જ્યારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ચણા, રાયડો, ઘઉં, તુવેર, જીરું સહિતના પાકો ભીંજાયા હતા. યાર્ડના વેપારીઓ દ્વારા પણ વરસાદી પાણીથી જાણશીને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.1
- ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે ચોટીલા ખાતે ભક્તોનો ઘોડાપૂર | ચામુંડા માતાજીના દર્શનથી ભક્તિમય માહોલ1
- હળવદ હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે વીજ લાઈનોનો થાંભલો પડી જતાં થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ જીઇબીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પડી ગયેલા થાંભલા તથા વીજ તારને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન થોડા સમય માટે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો, પરંતુ અધિકારીઓની ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી હતી. હાલ માર્ગ સંપૂર્ણ રીતે સાફ કરી દેવાયો છે અને વાહન વ્યવહાર ફરીથી સામાન્ય રીતે શરૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામથી ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાના અધયક્ષ સ્થાને ખેડુત સંકલ્પ યાત્રા ખેડૂત સંકલ્પ યાત્રા તુલસીશ્યામ રવાના. ખેડૂતોનો અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે..! ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો કાફલો 19 માર્ચના રોજ તુલશીશયામ પહોંચશે. ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો ને જોડવા રાજુ કરપડા નું આહવાન....! છેલ્લા 40 વર્ષ માં ક્યારેય ન જોઈ એવી એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા માંથી પસાર થશે.._ રાજુ કરપડા મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે.._ રાજુ કરપડા તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે.._ રાજુ કરપડા તમામ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ની યાદી તૈયાર કરવામાં આવશે અને આવનાર સમય માં યોગ્ય નિરાકરણ માટે લડત પણ લડવામાં આવશે..._ રાજુ કરપડા રાજકીય પાર્ટીઓ ખેડૂતો નો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે..._ ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું, સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ ખાતે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી અને સંતો મહંતોના આશીર્વાદ લઇ અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ નાં વાહનોના કાફલા સાથે તુલસીશ્યામ જવા માટે રવાના જ્યાંરે 19 માર્ચના રોજ સવારે 10:00 કલાકે સભાને સંબોધન કરશે અને સભા બાદ તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો સાથે બપોરે મહાપ્રસાદ લઈ અને કિસાન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરશે. ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને તેઓ 'ખેડૂત સંકલ્પ યાત્રા' માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. આ યાત્રા 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડાવાની અટકળો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને સરકારમાં રજૂ કરવાનો છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે, તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે. 'આપ' સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે. { સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }1
- Post by Vopul luhar1
- *ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છસીયાણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ભય અને શંકાનું વાતાવરણ સર્જાયું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 45 દિવસ પહેલા પણ એક સાથે ત્રણ ડ્રોન દેખાયા હતા, પરંતુ તે સમયે તેને સર્વે કાર્ય માની અવગણવામાં આવ્યા હતા. પરંતુ ફરી 17 માર્ચ 2026ના રોજ સંદીપભાઈ તથા તેમના સાથીદારો દ્વારા ફરી આવા ડ્રોન જોવા મળતા મામલો ગંભીર બન્યો છે. આ અંગે સંદીપભાઈએ મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી તેમજ નાયબ પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે આ ડ્રોન સરકારી વિભાગ દ્વારા મંજૂરી સાથે ઉડાવવામાં આવે છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવે અને જો આ બાબત અજાણ હોય તો તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હાલ આ સમગ્ર મામલે તંત્ર એ તપાસ હાથ ધરી છેં ને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.1
- આજ રાત્રે 3, 20કલાકે વાગ્યે સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામમાં અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો એના કારણે ખેડૂતો એ કરેલ ઇસબગુલ ની ખેતી માં બધું જીરું ખરી ગયું ખેડૂતો ને ભારે નુકસાન થયું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી એ છીએ4
- ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત સંસ્કારધામ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું નોંધપાત્ર કાર્ય કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામ ખાતે ખેતમજૂરી માટે આવેલ એક પરપ્રાંતીય પરિવારની સગર્ભા મહિલાની ગત શનિવારે રાત્રિના સમયે અચાનક તબિયત બગડી હતી. મહિલાને ખેંચ શરૂ થતાં પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ ત્યાંથી યોગ્ય સારવાર નહીં મળતાં અને અન્ય હોસ્પિટલોએ પણ હાથ અધ્ધર કરી દેતા અંતે મહિલાને સંસ્કારધામ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ સમયે મહિલાની હાલત અત્યંત ગંભીર હતી જે દરમિયાન ગર્ભમાં રહેલા બાળકનું હૃદય ધબકવાનું બંધ થઈ જતા બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું હતું. આ સ્થિતિમાં હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ ગાયનેકોલોજીસ્ટ, એમ.ડી ડોક્ટર, એનેસ્થેટિક ડોક્ટર, ક્રિટિકલ કેર ટીમે તાત્કાલિક અને સફળ સર્જરી કરી મહિલાનો જીવ બચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ સંચાલક સંસ્થાએ આ સંપૂર્ણ સારવાર અને સર્જરી સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી હતી, જેના કારણે પરપ્રાંતીય પરિવારને મોટી રાહત મળી હતી. સંસ્કારધામ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ આ સેવા કાર્ય માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.1