બનાસકાંઠાના ભાભર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધે તે હેતુથી ૧૨/૦૭/૨૦૨૬ના રોજ ભાભર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગ ભાભર પોલીસ સ્ટેશનથી શરૂ થઈ આઝાદ ચોક, લાટી બજાર, હાઈવે રોડ અને વાવ સર્કલ સહિતના મુખ્ય વિસ્તારોમાં યોજાયું હતું. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓએ સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધીને શાંતિ, સુરક્ષા અને કાયદાનું પાલન કરવા અપીલ કરી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા જાહેર સ્થળો, બજાર વિસ્તાર તેમજ મુખ્ય માર્ગો પર સઘન દેખરેખ રાખવામાં આવી હતી અને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. ભાભર પોલીસના આ ફૂટ પેટ્રોલિંગને સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ આવકારી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.

- વાવ થરાદના સનેસડા ગામે નાયબ DPO કે કે પટેલ સાહેબ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારી વિવિધ યોજનાઓથી વાકેફ કરવામાં આવ્યા છે. તેમણે સનેસડા ગામના વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપીને માહિતગાર કર્યા હતા.2
- પાટણ જિલ્લામાં રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી કોમ્બિંગ નાઇટ દરમિયાન એલસીબીને મોટી સફળતા મળી છે. હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમમાં અરીઠાવાળા આંટા વિસ્તારમાં આવેલી એક ખેતરની ઓરડીમાં જાણીતી બ્રાન્ડ બ્લેન્ડર્સ પ્રાઇડના નામે ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભરતસિંહ ભીખુજી રાઠોડ, ચાંપરાજ સોમભાઈ કાઠી અને કુંવરસિંહ શીવુજી ઝાલા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે રાજસ્થાનનો શિવરાજ મારવાડી નામનો એક આરોપી ફરાર થઈ ગયો છે. આ દરોડો પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 60 શીલબંધ વિદેશી દારૂની બોટલો, 700 ખાલી બોટલો, 700 ઢાંકણાં, સ્ટીકરના રોલ, સીલિંગ સામગ્રી અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 77,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને નકલી દારૂના આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.4
- પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું છે. શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજ માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.1
- બનાસકાંઠાના થરાદ વાવ ગોકુળ ગામમાં આવેલી ગુરુ બ્રાહ્મણસમાજની વાડીમાં એક સામાજિક ઝઘડો થયો છે. આ સામાજિક ઝઘડાને લઈને દશરથભાઈ રાયચંદભાઈ પંડ્યા શું કહી રહ્યા છે, તે જાણવા માટે આવો તેમનો પક્ષ સાંભળીએ.1
- બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં આવેલા રામપુરા સવપુરા ગામે ઠાકોર સમાજનું એક ભવ્ય સંમેલન યોજાયું છે. આ કાર્યક્રમ અંગેનો અહેવાલ રાણાભાઈ પારેગી દ્વારા વાવ થરાદથી આપવામાં આવ્યો છે.1
- વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના પીરગઢ ગામે એક મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટના દરમિયાન એક મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.1
- પાટણના રાધનપુરમાં કચ્છ-વાગડ-પાટણ-વઢિયાર-ગાંધીનગર વિસ્તારના કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં સગાઈ, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી દેખાડા અને ખોટા ખર્ચા અટકાવીને તેમાંથી બચેલા નાણાં બાળકોના શિક્ષણ પાછળ વાપરવાનો સંકલ્પ લેવાયો છે. રાધનપુરના મસાલી રોડ સ્થિત સમાજની વાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં વરાણા ભાણ સાહેબ આશ્રમના ભાણ સાહેબ, સુખદેવ બાપુ, જયપાલ બાપુ સહિત મોટી સંખ્યામાં સંતો, અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા. સંમેલનમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત કરવા અને બચતના નાણાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ તેમજ સમાજના વિકાસ પાછળ વાપરવા અપીલ કરાઈ હતી. સાથોસાથ વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ, લાઈબ્રેરી અને નવી ભવ્ય વાડી બનાવવાની યોજનાઓની પણ જાહેરાત કરાઈ છે.4
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની વચ્ચે એક ઇલેક્ટ્રિક પોલ આવેલો છે, જેની મેન લાઇન પાવર સપ્લાય રાધનપુર ફીડરમાંથી આવે છે. આ પોલનો એક એલટી (LT) વીજતાર નીચે લટકતો થઈ ગયો છે. આ ગ્રાઉન્ડમાં સીનાડ ગામના યુવાનો અને બાળકો ક્રિકેટ રમવા તેમજ પોલીસની તૈયારી માટે દોડવા આવે છે. જો આ લટકતા એલટી વીજતારથી કોઈ પણ પ્રકારની શોર્ટ સર્કિટ કે જાનહાનિ થશે તો આ સમગ્ર ઘટનાની જવાબદારી UGVCL રાધનપુર સબ સ્ટેશનની રહેશે. સીનાડ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ વચ્ચે આવી રીતે લટકતો વીજતાર યથાવત રહેતા UGVCL રાધનપુરની ઘોર બેદરકારી સામે આવી છે.1