પાટણ જિલ્લામાં રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી કોમ્બિંગ નાઇટ દરમિયાન એલસીબીને મોટી સફળતા મળી છે. હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમમાં અરીઠાવાળા આંટા વિસ્તારમાં આવેલી એક ખેતરની ઓરડીમાં જાણીતી બ્રાન્ડ બ્લેન્ડર્સ પ્રાઇડના નામે ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભરતસિંહ ભીખુજી રાઠોડ, ચાંપરાજ સોમભાઈ કાઠી અને કુંવરસિંહ શીવુજી ઝાલા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે રાજસ્થાનનો શિવરાજ મારવાડી નામનો એક આરોપી ફરાર થઈ ગયો છે. આ દરોડો પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 60 શીલબંધ વિદેશી દારૂની બોટલો, 700 ખાલી બોટલો, 700 ઢાંકણાં, સ્ટીકરના રોલ, સીલિંગ સામગ્રી અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 77,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને નકલી દારૂના આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી કોમ્બિંગ નાઇટ દરમિયાન એલસીબીને મોટી સફળતા મળી છે. હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમમાં અરીઠાવાળા આંટા વિસ્તારમાં આવેલી એક ખેતરની ઓરડીમાં જાણીતી બ્રાન્ડ બ્લેન્ડર્સ પ્રાઇડના નામે ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ગેરકાયદેસર
ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભરતસિંહ ભીખુજી રાઠોડ, ચાંપરાજ સોમભાઈ કાઠી અને કુંવરસિંહ શીવુજી ઝાલા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે રાજસ્થાનનો શિવરાજ મારવાડી નામનો એક આરોપી ફરાર થઈ ગયો છે. આ દરોડો
પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 60 શીલબંધ વિદેશી દારૂની બોટલો, 700 ખાલી બોટલો, 700 ઢાંકણાં, સ્ટીકરના રોલ, સીલિંગ
સામગ્રી અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 77,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને નકલી દારૂના આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
- પાટણ જિલ્લામાં રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી કોમ્બિંગ નાઇટ દરમિયાન એલસીબીને મોટી સફળતા મળી છે. હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમમાં અરીઠાવાળા આંટા વિસ્તારમાં આવેલી એક ખેતરની ઓરડીમાં જાણીતી બ્રાન્ડ બ્લેન્ડર્સ પ્રાઇડના નામે ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભરતસિંહ ભીખુજી રાઠોડ, ચાંપરાજ સોમભાઈ કાઠી અને કુંવરસિંહ શીવુજી ઝાલા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે રાજસ્થાનનો શિવરાજ મારવાડી નામનો એક આરોપી ફરાર થઈ ગયો છે. આ દરોડો પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 60 શીલબંધ વિદેશી દારૂની બોટલો, 700 ખાલી બોટલો, 700 ઢાંકણાં, સ્ટીકરના રોલ, સીલિંગ સામગ્રી અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 77,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને નકલી દારૂના આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.4
- પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું છે. શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજ માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.1
- વાવ થરાદના સનેસડા ગામે નાયબ DPO કે કે પટેલ સાહેબ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારી વિવિધ યોજનાઓથી વાકેફ કરવામાં આવ્યા છે. તેમણે સનેસડા ગામના વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપીને માહિતગાર કર્યા હતા.2
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે પણ અનેક પાયાની સરકારી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. તાલુકો હોવા છતાં ઘણી જરૂરી સરકારી કચેરીઓ અહીં ઉપલબ્ધ ન હોવાને કારણે સામાન્ય લોકોને પોતાના નાના-નાના કામો માટે વારાહી સુધી ધક્કા ખાવા પડે છે. આ સ્થિતિમાં સુધારો લાવવા અને સાંતલપુરને તેનું યોગ્ય સ્થાન અપાવવા માટે હાલ સતત રજૂઆતો, બેઠકો અને જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ સમસ્યાઓના ઉકેલ માટે શરૂ કરાયેલા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સાંતલપુર તાલુકાના અનેક ગામોમાં બેઠકો યોજીને લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે અને વિકાસ માટે એકતા સાથે અવાજ ઉઠાવવાની અપીલ કરવામાં આવી છે. આ અભિયાનને ગામેગામથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આગામી સમયમાં સાંતલપુર ખાતે મોટી સંખ્યામાં જનસભા અને વિશાળ આયોજન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં તાલુકાભરના નાગરિકો, યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને સામાજિક આગેવાનોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાનનો એક જ મુખ્ય સંદેશ છે – "સાંતલપુરનો વિકાસ, દરેક નાગરિકનો અધિકાર." આ જનજાગૃતિ અભિયાન શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ કે રાજકીય પક્ષનો વિરોધ કરવાનો નથી, પરંતુ તાલુકાના લોકોને તેમના હક્ક, અધિકારો અને વિકાસના પ્રશ્નો અંગે માત્ર જાગૃત કરવાનો છે.1
- બનાસકાંઠાના થરાદ વાવ ગોકુળ ગામમાં આવેલી ગુરુ બ્રાહ્મણસમાજની વાડીમાં એક સામાજિક ઝઘડો થયો છે. આ સામાજિક ઝઘડાને લઈને દશરથભાઈ રાયચંદભાઈ પંડ્યા શું કહી રહ્યા છે, તે જાણવા માટે આવો તેમનો પક્ષ સાંભળીએ.1
- પાટણના રાધનપુરમાં કચ્છ-વાગડ-પાટણ-વઢિયાર-ગાંધીનગર વિસ્તારના કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં સગાઈ, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી દેખાડા અને ખોટા ખર્ચા અટકાવીને તેમાંથી બચેલા નાણાં બાળકોના શિક્ષણ પાછળ વાપરવાનો સંકલ્પ લેવાયો છે. રાધનપુરના મસાલી રોડ સ્થિત સમાજની વાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં વરાણા ભાણ સાહેબ આશ્રમના ભાણ સાહેબ, સુખદેવ બાપુ, જયપાલ બાપુ સહિત મોટી સંખ્યામાં સંતો, અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા. સંમેલનમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત કરવા અને બચતના નાણાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ તેમજ સમાજના વિકાસ પાછળ વાપરવા અપીલ કરાઈ હતી. સાથોસાથ વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ, લાઈબ્રેરી અને નવી ભવ્ય વાડી બનાવવાની યોજનાઓની પણ જાહેરાત કરાઈ છે.4
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની વચ્ચે એક ઇલેક્ટ્રિક પોલ આવેલો છે, જેની મેન લાઇન પાવર સપ્લાય રાધનપુર ફીડરમાંથી આવે છે. આ પોલનો એક એલટી (LT) વીજતાર નીચે લટકતો થઈ ગયો છે. આ ગ્રાઉન્ડમાં સીનાડ ગામના યુવાનો અને બાળકો ક્રિકેટ રમવા તેમજ પોલીસની તૈયારી માટે દોડવા આવે છે. જો આ લટકતા એલટી વીજતારથી કોઈ પણ પ્રકારની શોર્ટ સર્કિટ કે જાનહાનિ થશે તો આ સમગ્ર ઘટનાની જવાબદારી UGVCL રાધનપુર સબ સ્ટેશનની રહેશે. સીનાડ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ વચ્ચે આવી રીતે લટકતો વીજતાર યથાવત રહેતા UGVCL રાધનપુરની ઘોર બેદરકારી સામે આવી છે.1