જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછતનો મુદ્દો ફરી ગરમાયો છે. ભારતીય કિસાન સંઘ વાવ-થરાદ જિલ્લા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી નર્મદા કેનાલમાં પાણીની મુદત વધારવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા વર્ષના ભારે વરસાદના કારણે ખેતી અને પશુપાલનને ભારે નુકસાન થયું હતું, જેના કારણે તેઓ હજી સંપૂર્ણ રીતે સંભળી શક્યા નથી. આવી સ્થિતિમાં 30 એપ્રિલ સુધી માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલોમાં પાણી ચાલુ રાખવાની માંગ ઉઠાવવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળે તે માટે માંગણી કરવામાં આવી છે. સંઘના આગેવાનોનું કહેવું છે કે નર્મદા પ્રોજેક્ટની માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલોમાં હાલ ચાલતું પાણી 30 એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળશે. ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2026 દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થયું હતું. સાથે સાથે પશુપાલન પર પણ તેની માઠી અસર જોવા મળી હતી. જેના કારણે ખેડૂતો આર્થિક રીતે હજી સુધી મજબૂત બની શક્યા નથી. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો સરકાર દ્વારા 30 એપ્રિલ સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવામાં આવશે તો તેને ખેડૂતો માટે એક પ્રકારનું રાહત પેકેજ માનવામાં આવશે. હવે જિલ્લા પ્રશાસન દ્વારા ખેડૂતોની આ માંગણીને ધ્યાનમાં રાખી શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું. ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત વચ્ચે સરકાર તરફથી શું નિર્ણય આવે છે તે પર સૌની નજર ટકી છે.
જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછતનો મુદ્દો ફરી ગરમાયો છે. ભારતીય કિસાન સંઘ વાવ-થરાદ જિલ્લા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી નર્મદા કેનાલમાં પાણીની મુદત વધારવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા વર્ષના ભારે વરસાદના કારણે ખેતી અને પશુપાલનને ભારે નુકસાન થયું હતું, જેના કારણે તેઓ હજી સંપૂર્ણ રીતે સંભળી
શક્યા નથી. આવી સ્થિતિમાં 30 એપ્રિલ સુધી માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલોમાં પાણી ચાલુ રાખવાની માંગ ઉઠાવવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળે તે માટે માંગણી કરવામાં આવી છે. સંઘના આગેવાનોનું કહેવું છે કે નર્મદા પ્રોજેક્ટની માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલોમાં હાલ ચાલતું પાણી 30
એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળશે. ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2026 દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થયું હતું. સાથે સાથે પશુપાલન પર પણ તેની માઠી અસર જોવા મળી હતી. જેના કારણે ખેડૂતો આર્થિક રીતે હજી સુધી મજબૂત બની શક્યા નથી. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો સરકાર દ્વારા
30 એપ્રિલ સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવામાં આવશે તો તેને ખેડૂતો માટે એક પ્રકારનું રાહત પેકેજ માનવામાં આવશે. હવે જિલ્લા પ્રશાસન દ્વારા ખેડૂતોની આ માંગણીને ધ્યાનમાં રાખી શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું. ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત વચ્ચે સરકાર તરફથી શું નિર્ણય આવે છે તે પર સૌની નજર ટકી છે.
- Post by Vaghela Janak4
- દિયોદર ગ્રામ પંચાયત દ્વારા મારું ગામ સ્વચ્છ ગામ અંતગર્ત શહેર ને સ્વચ્છ રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જેમાં દિયોદર ગ્રામ પંચાયત સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા તથા તલાટી ક્રમ મંત્રી જયંતીભાઈ પ્રજાપતિ ની સૂચના મુજબ દિયોદર શહેરના રસ્તાઓ ની સફાઈ અંગે ની કામગીરી નું આયોજન કરવામાં આવ્યું છે સફાઈ મશીન દ્વારા આ સફાઈ અભિયાન ની શરૂઆત કરવામાં આવશે જેથી આવનાર સમયમાં દિયોદર શહેર ને સ્વચ્છ રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા પૂરે પૂરી તકેદારી રાખી શકાય1
- Post by મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા1
- Post by Nationgujarat.com1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર1
- મહેસાણા રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે પૂછ્યો પ્રશ્ન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત SC, ST અને OBC સમુદાયના વિકાસ મુદે પૂછ્યો પ્રશ્ન ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકે પછાત વર્ગોના હિતમાં પૂછ્યો પ્રશ્ન સરકાર પાસે SC અને ST સમુદાય માટે વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ (NT/DNT - વિચરતી અને વિમુક્ત જાતિ) સમાજના લોકો હજુ પણ આર્થિક રીતે પાછળ છે. આ સમાજના પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા અને તેમના ઉદ્યોગોને વેગ આપવા માટે MSME મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે? જેના જવાબ માં જિતન રામ માંઝી (કેન્દ્રીય મંત્રી) નો જવાબ: ભારત સરકારની નીતિ મુજબ, જે રીતે SC/ST સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. તાલીમ અને માર્કેટિંગ OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ (Training) અને ઉત્પાદિત માલના માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે. સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% નું લક્ષ્ય નિર્ધારિત છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા આપીને મદદ કરવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિચરતી જાતિના ઉદ્યમીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે સરકારની પ્રાથમિકતા છે.1
- વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.1
- Post by Vaghela Janak2