સંતરામપુર ખાતે પ્રજાપતિ સમાજના ૧૯મા સમૂહલગ્નનું ભવ્ય આયોજન, ૩ વર-કન્યાઓ વૈવાહિક જીવનમાં જોડાયા.. તારીખ: 11 મેં 2026 સંતરામપુર – લુણાવાડા – ગોધરા – કડાણા પ્રજાપતિ સમાજ દ્વારા સંતરામપુર ખાતે ૧૯મો સમૂહલગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમૂહલગ્નમાં ૩ વર-કન્યાઓ વૈવાહિક જીવનના પવિત્ર બંધનમાં જોડાયા હતા. સમૂહ લગ્નના પ્રમુખ દીપેશ પ્રજાપતિ અને મંત્રી મોહનભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમૂહલગ્ન નવી કમિટી તેમજ સંતરામપુર નગરના પ્રજાપતિ સમાજના યુવાનો અને વડીલોના સહકારથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભોજન અને લગ્નવિધિની વ્યવસ્થા ખૂબ જ સુવ્યવસ્થિત અને પ્રશંસનીય રહી હતી. આ પ્રસંગે ભોજનના દાતા તરીકે ચીમનભાઈ પ્રજાપતિએ સહયોગ આપ્યો હતો, જ્યારે મંડપના દાતા તરીકે જગદીશભાઈ પ્રજાપતિએ યોગદાન આપ્યું હતું. ઉપરાંત વિવિધ સમાજના આગેવાનો તથા દાતાશ્રીઓ દ્વારા કન્યાદાન સહિત વિવિધ સેવાકીય સહયોગ આપવામાં આવ્યો હતો. સમૂહલગ્નનું આયોજન સંતરામપુર સ્થિત જે.એચ. મહેતા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંતરામપુરના માજી ધારાસભ્ય પરાંજ્યાંદિત્યસિંહ પરમાર ખાસ હાજર રહ્યા હતા. તેમણે નવદંપતિઓને આશીર્વાદ પાઠવી ઉજ્જવળ વૈવાહિક જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આયોજકોના સેવાકાર્યની પ્રશંસા કરી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409

- દાહોદમાં નવજીવન મિલ કલ્યાણ ફીડર લાઇનના ટ્રાન્સફોર્મરમાં ભરબપોરે આગ લાગી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો અને અફરાતફરીનો માહોલ સર્જાયો. MGVCL ફાયરના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.1
- અમરેલી જિલ્લાના જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ત્રાટક્યું. આ અચાનક દરોડાને કારણે સ્થાનિક સ્તરે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો.1
- સુરત:કાપડના વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં કુખ્યાત શિવા ઝાલાને ઝડપી કાયદાનું ભાન કરાવતી SOG પોલીસ.?1
- હાલોલ બસ સ્ટેન્ડ પર આકરી 44 ડિગ્રી ગરમી વચ્ચે સર્વોદય હોસ્પિટાલિટી ચેરિટેબલ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજ દ્વારા મુસાફરોને મફત ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું. ગરમીથી પરેશાન મુસાફરોના ચહેરા પર ખુશી જોવા મળી અને તેઓએ આ સેવાકીય કાર્યની પ્રશંસા કરી.1
- છોટાઉદેપુર જિલ્લામાં પત્રકારોમાં જિલ્લા માહિતી અધિકારી સામે ભારે રોષ જોવા મળ્યો છે. તેમણે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શિત કર્યો અને કલેક્ટર તેમજ સાંસદને કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી.1
- ખેડા LCB પોલીસે નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તરબૂચની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે રૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી અમદાવાદ પહોંચાડવાનો હતો.4
- દહોદના ઝાલોદ બાયપાસ પર અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં પાંચ મકાનો, ઘરવખરી, બે મોટરસાયકલ અને આઠ પશુઓ જીવતા ભૂંજાઈ ગયા. બે ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ આગનું કારણ અકબંધ છે.1
- મહીસાગરના કડાણા તાલુકાના દેદાવાડા ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી બુટલેગરોમાં ફફડાટ મચાવ્યો છે.1