logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો! જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

1 hr ago
user_E Kranti News
E Kranti News
Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
1 hr ago

છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો! જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  • user_E Kranti News
    E Kranti News
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત
    છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો! જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, જિલ્લા કલેક્ટર અને સાંસદ જશુભાઈને પણ કરાઈ રજૂઆત 👇News Link👇 YouTube https://youtu.be/Ecikv_wZ0Vw 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 Shuru App. https://shuru.co.in/dl/IkybuR 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
    1 hr ago
More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને માહિતી અધિકારી વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર
    1
    છોટાઉદેપુર બ્રેકિંગ

છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને  માહિતી અધિકારી  વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું
છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી 
છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે 
બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ
બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    53 min ago
  • છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો! જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    1
    છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો!
જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ 
છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • ગુજરાતમાં હવે સમ્રાટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ નવા મીટરો પાછળ સરકારનો વિશેષ રસ કે 'આંબોળો' હોવાનું મનાય છે.
    1
    ગુજરાતમાં હવે સમ્રાટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ નવા મીટરો પાછળ સરકારનો વિશેષ રસ કે 'આંબોળો' હોવાનું મનાય છે.
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer ધાનપુર, દાહોદ, ગુજરાત•
    21 hrs ago
  • સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ આજે સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને હાલ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન બની ગયા છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા નગરજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.આવા કપરા ઉનાળામાં મુસાફરી કરી રહેલા બસ મુસાફરોને રાહત મળે તે હેતુથી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના કાર્યકરો દ્વારા બસમાં આવતા-જતા મુસાફરોને નિઃશુલ્ક ઠંડી છાશ તેમજ ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી. ગરમીથી ત્રસ્ત મુસાફરોને આ સેવા મળતા તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી અને લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી.આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, સમીરભાઈ બજારવાલા, ફારુકભાઈ બાગવાલા, સમીરભાઈ સોડાવાળા, સંજયભાઈ પટેલ,મુરતુજાભાઈ બાગવાલા, સિદ્દીકભાઈ દાઢી, ઇમરાનભાઈ લીમડીયા, મહમંદ મકરાણી સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાના ભાવ સાથે યોજાયો હતો.
    1
    સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું 

સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું 
સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ આજે સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને હાલ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન બની ગયા છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા નગરજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.આવા કપરા ઉનાળામાં મુસાફરી કરી રહેલા બસ મુસાફરોને રાહત મળે તે હેતુથી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના કાર્યકરો દ્વારા બસમાં આવતા-જતા મુસાફરોને નિઃશુલ્ક ઠંડી છાશ તેમજ ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી. ગરમીથી ત્રસ્ત મુસાફરોને આ સેવા મળતા તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી અને લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી.આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, સમીરભાઈ બજારવાલા, ફારુકભાઈ બાગવાલા, સમીરભાઈ સોડાવાળા, સંજયભાઈ પટેલ,મુરતુજાભાઈ બાગવાલા, સિદ્દીકભાઈ દાઢી, ઇમરાનભાઈ લીમડીયા, મહમંદ મકરાણી સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાના ભાવ સાથે યોજાયો હતો.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • કાલોલના સણસોલીમાં ડીજે રસ્તા ઉપર થી ખસેડવાની અદાવતમાં હુમલો અને પથ્થરમારો: ચાર સામે ફરિયાદ પંચમહાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પર વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક યુવક પર લાકડી વડે હુમલો કર્યા બાદ મોડી સાંજે તેના ઘરે જઈ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.ફરિયાદી મનોજકુમાર સોમસિંહ રાઠોડ, જેઓ ખેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ આ વિવાદ સવારના સમયે શરૂ થયો હતો. મનોજકુમાર પોતાની બીમાર પુત્રીને જોવા કંપનીથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે નારણપુરા નર્મદા કેનાલ પાસે અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ અને અન્ય શખ્સોએ રસ્તામાં ડી.જે. અને ઇકો ગાડી ઉભી રાખી રસ્તો રોક્યો હતો. મનોજકુમારે રસ્તો આપવા વિનંતી કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને "તું મોટો દાદો થઈ ગયો છે?" તેમ કહી ડી.જે. માંથી લાકડી કાઢી મનોજકુમારના કપાળે મારી દીધી હતી. જે બાદ સવારના ઝઘડાની અદાવત રાખીને તે જ દિવસે સાંજે આશરે સાત વાગ્યાના સુમારે આરોપીઓ પથ્થરો અને લાકડીઓ સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. કાલોલ પોલીસ ની 112 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફરિયાદ મુજબ અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ,ભુપેનસિંહ દલપતસિંહ રાઠોડ,દલપતસિંહ અંદરસિંહ રાઠોડ,ભાવીકસિંહ સંજયસિંહ રાઠોડ નાઓએ હુમલો કર્યો હતો.આ આરોપીઓએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરી ગાળાગાળી કરી હતી અને "આજે તને જીવતો નહીં છોડીએ" તેવી ધમકીઓ આપી હતી. જ્યારે ફળિયાના લોકો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ ધમકાવ્યા હતા અને મનોજકુમારને ફરી ક્યારેક રસ્તામાં એકલો મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.મનોજકુમારે કાલોલ સરકારી દવાખાનામાં સારવાર લીધા બાદ પોતાના મિત્રો સાથે પોલીસ મથકે પહોંચી આ ચાર શખ્સો તેમજ અન્ય અજાણ્યા પાંચ થી છ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    કાલોલના સણસોલીમાં ડીજે રસ્તા ઉપર થી ખસેડવાની અદાવતમાં હુમલો અને પથ્થરમારો: ચાર સામે ફરિયાદ
પંચમહાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પર વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક યુવક પર લાકડી વડે હુમલો કર્યા બાદ મોડી સાંજે તેના ઘરે જઈ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.ફરિયાદી મનોજકુમાર સોમસિંહ રાઠોડ, જેઓ ખેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ આ વિવાદ સવારના સમયે શરૂ થયો હતો. મનોજકુમાર પોતાની બીમાર પુત્રીને જોવા કંપનીથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે નારણપુરા નર્મદા કેનાલ પાસે અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ અને અન્ય શખ્સોએ રસ્તામાં ડી.જે. અને ઇકો ગાડી ઉભી રાખી રસ્તો રોક્યો હતો. મનોજકુમારે રસ્તો આપવા વિનંતી કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને "તું મોટો દાદો થઈ ગયો છે?" તેમ કહી ડી.જે. માંથી લાકડી કાઢી મનોજકુમારના કપાળે મારી દીધી હતી.
જે બાદ સવારના ઝઘડાની અદાવત રાખીને તે જ દિવસે સાંજે આશરે સાત વાગ્યાના સુમારે આરોપીઓ પથ્થરો અને લાકડીઓ સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. કાલોલ પોલીસ ની 112 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફરિયાદ મુજબ અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ,ભુપેનસિંહ દલપતસિંહ રાઠોડ,દલપતસિંહ અંદરસિંહ રાઠોડ,ભાવીકસિંહ સંજયસિંહ રાઠોડ નાઓએ હુમલો કર્યો હતો.આ આરોપીઓએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરી ગાળાગાળી કરી હતી અને "આજે તને જીવતો નહીં છોડીએ" તેવી ધમકીઓ આપી હતી. જ્યારે ફળિયાના લોકો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ ધમકાવ્યા હતા અને મનોજકુમારને ફરી ક્યારેક રસ્તામાં એકલો મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.મનોજકુમારે કાલોલ સરકારી દવાખાનામાં સારવાર લીધા બાદ પોતાના મિત્રો સાથે પોલીસ મથકે પહોંચી આ ચાર શખ્સો તેમજ અન્ય અજાણ્યા પાંચ થી છ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#
    1
    જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter Kalol, Panch Mahals•
    5 hrs ago
  • દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં પાંચ મકાનો, ઘરવખરી, બે મોટરસાયકલ અને આઠ પશુઓ જીવતા ભૂંજાઈ ગયા. બે ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ આગનું કારણ અકબંધ છે.
    1
    દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં પાંચ મકાનો, ઘરવખરી, બે મોટરસાયકલ અને આઠ પશુઓ જીવતા ભૂંજાઈ ગયા. બે ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ આગનું કારણ અકબંધ છે.
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    7 hrs ago
  • છોટાઉદેપુરના મોટી સઢલી ગામે યુવાનની રહસ્યમય લાશ મળતા હડકંપ, રંગપુર પોલીસ તપાસમાં છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામના મસાણી ફળિયામાંથી એક યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ મધ્ય પ્રદેશના આંબાડબેરી ગામના રસીદ રેશ્મા ભાભર તરીકે થઈ છે. રંગપુર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
    1
    છોટાઉદેપુરના મોટી સઢલી ગામે યુવાનની રહસ્યમય લાશ મળતા હડકંપ, રંગપુર પોલીસ તપાસમાં
છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામના મસાણી ફળિયામાંથી એક યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ મધ્ય પ્રદેશના આંબાડબેરી ગામના રસીદ રેશ્મા ભાભર તરીકે થઈ છે. રંગપુર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.