logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રંગપુર પો.સ્ટે. ખાતે નોધાયેલ અન-ડિટેક્ટ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમા ઉકેલી આરોપીને પક્ડી પાડતી છોટાઉદેપુર ક્રાઈમ બ્રાંચ તેમજ રંગપુર પોલીસ રંગપુર પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૮૨૬૦૧૮૧/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો તા.૧૧/૦૪/૨૦૨૬ ના કલાક.૧૮/૦૦ વાગે થી તા-૧૨/૦૪/૨૦૨૬ ના કલાક-૦૬/૩૦ વાગે દરમ્યાન કોઈ પણ વખતે મોજે કોલી ગામે બનવા પામેલ હતો જે ગુનાના કામના ફરીયાદીના પિતા જંન્દુભાઇ કાળીયાભાઈ રાઠવા ઉ.વ.૭૫ નાઓ બડવા (ભુવાનુ)કામ કરતો હોય રાત્રીના સમયે કોઈ અજાણ્યો ઇસમ કોઇ અગ્મય કારણોસર કોઈ તીક્ષ્ણ ધારદાર હથીયાર વડે ઉપરા છાપરી ઘા કરી મોત નીપજાવી હથીયાર લઇ નાસી જઈ જીલ્લા મેજી. સા.શ્રી. છો.ઉ નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતની હકીકત મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુનો અન-ડિટેક્ટ રહેવા પામેલ હોય સદર અન-ડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા સારૂ શ્રી સંદિપસિંઘ પોલીસ મહાનિરિક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધીક્ષક છો.ઉ. ડિવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એમ.એફ.ડામોર પોલીસ ઇન્સપેક્ટર લોકલ ક્રાઈમ બ્રાંચ છોટાઉદેપુર તથા શ્રી જે.ડી.પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા શ્રી જે.ડી.રાઠોડ પો.સ.ઈ. તથા શ્રી વી.એન.ચાવડા પો.સ.ઈ. એલ.સી.બી.શાખા તથા શ્રી આર.ડી.પલાસ પો.સ.ઈ. રંગપુર પો.સ્ટે. તથા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાંચ તથા રંગપુર પોલીસ સ્ટેશન ના સ્ટાફ ના માણસોની ટીમો બનાવી આ ગુનાના કામે હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી ગુનો શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરેલ હતી. તપાસ દરમ્યાન એક ઈસમ ભુરસીંગભાઈ ભંગડાભાઈ રાઠવા ઉ.વ.૫૫ રહે.કોલી નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓને શંકાના આધારે પુછપરછ કરતા શરૂઆતમા કોઈ હકીકત જણાવેલ નહી પરંતુ તેને વિશ્વાસમા લઈ યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા અંતે તે ભાંગી પડેલ હતો અને તેણે કબુલાત કરેલ કે તે મરણજનાર સાથે અવાર-નવાર બડવાની વીધી કરવા મદદમાં જતો હતો અને તેને મરણજનાર વીધીના મળેલ પૈસા માંથી ઓછો ભાગ આપતો હોય જે બાબતે તેઓને અગાઉ બોલા-ચાલી ઝગડો થયેલ જેની અદાવત રાખી સદર ગુનો આચરેલ હોવાની કબુલાત કરતા તેને આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભુરસીંગભાઈ ભંગડાભાઈ રાઠવા ઉ.વ.૫૫ રહે.કોલી નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુર ગણતરીના કલાકોમાં મર્ડર કેસનો ભેદ ઉકેલાયો છોટાઉદેપુર જિલ્લામાં રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન-ડિટેક્ટ મર્ડરના ગુનાનો છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચ અને રંગપુર પોલીસની સંયુક્ત કામગીરીથી ઝડપથી ભેદ ઉકેલવામાં આવ્યો છે. ઘટનાની વિગત: રંગપુર પોલીસ સ્ટેશનમાં A પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૮૨૬૦૧૮૧/૨૦૨૬ મુજબ ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ઘટના તા. ૧૧/૦૪/૨૦૨૬ સાંજે ૬:૦૦ થી તા. ૧૨/૦૪/૨૦૨૬ સવારે ૬:૩૦ વચ્ચે કોલી ગામે બની હતી. મૃતક જંન્દુભાઈ કાળીયાભાઈ રાઠવા (ઉ.વ. ૭૫), જે ભુવાનુ (બડવા) કામ કરતા હતા, તેમને કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તીક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી: આ અન-ડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા માટે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ, છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક અને ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ LCB અને રંગપુર પોલીસની ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો. ગુનાનો ભેદ: તપાસ દરમ્યાન ભુરસીંગભાઈ ભંગડાભાઈ રાઠવા (ઉ.વ. ૫૫) રહે. કોલી નિશાળ ફળીયા ને શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી. શરૂઆતમાં તેણે ગુનો નકારી દીધો હતો, પરંતુ પોલીસ દ્વારા યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ કર્યો. હત્યા પાછળનું કારણ: આરોપી અને મૃતક સાથે મળીને ભુવાનુ (બડવા) કામ કરતા હતા. મળતી રકમમાં ઓછો ભાગ આપતા હોવાથી બંને વચ્ચે અગાઉ ઝગડો થયો હતો. આ જ અદાવત રાખીને આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી. પકડાયેલ આરોપી: ભુરસીંગભાઈ ભંગડાભાઈ રાઠવા (ઉ.વ. ૫૫) રહે. કોલી નિશાળ ફળીયા, તા. જી. છોટાઉદેપુર હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

2 days ago
user_Reporter MIRZA IMRAN.973789415
Reporter MIRZA IMRAN.973789415
છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • ગુંદીયા મહુડા ફળીયામાં પાણી માટે ત્રાહિમામ, સરપંચ-તલાટી સામે અવગણનાના આક્ષેપ છોટાઉદેપુર જિલ્લાના ગુંદીયા મહુડા ફળીયામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. ફળીયામાં ‘જળ સે નળ’ યોજના હેઠળ નળોની વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી છે, પરંતુ પાણી મળતું નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલાક ઘરોની આગળ બોરિંગ હોવા છતાં તેમાં કાટવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી અને આરોગ્ય માટે હાનિકારક છે. લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર સરપંચ અને તલાટી પાસે રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” એવો રોષ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ‘નલ સેજલ યોજના’ હેઠળ નર્મદાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. તેઓ ઘર વેરો ચૂકવતા હોવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે ગામ લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે.
    1
    ગુંદીયા મહુડા ફળીયામાં પાણી માટે ત્રાહિમામ, સરપંચ-તલાટી સામે અવગણનાના આક્ષેપ
છોટાઉદેપુર જિલ્લાના ગુંદીયા મહુડા ફળીયામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. ફળીયામાં ‘જળ સે નળ’ યોજના હેઠળ નળોની વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી છે, પરંતુ પાણી મળતું નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલાક ઘરોની આગળ બોરિંગ હોવા છતાં તેમાં કાટવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી અને આરોગ્ય માટે હાનિકારક છે. લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ ઊભો થયો છે.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર સરપંચ અને તલાટી પાસે રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” એવો રોષ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોની માંગ છે કે ‘નલ સેજલ યોજના’ હેઠળ નર્મદાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. તેઓ ઘર વેરો ચૂકવતા હોવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
હવે ગામ લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્યમાં આવેલા ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રાદેશિક તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન ૨૦૨૬' (અખિલ ભારતીય વાઘ ગણતરી ૨૦૨૬) ના આગામી તબક્કાની પૂર્વતૈયારીના ભાગરૂપે આ "ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ" કાર્યશાળા યોજાઈ હતી. જેમાં ગુજરાત વન વિભાગ, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી  અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા  દ્વવારા આગામી ૨૦૨૬માં યોજાનારી વાઘની વસ્તી ગણતરી માટે ક્ષેત્રીય સ્ટાફ અને ટ્રેનરોને આધુનિક ટેકનોલોજી અને ગણતરીની પદ્ધતિઓથી સજ્જ કરવા. તેમજ આ વર્કશોપમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના તાલીમબદ્ધ ટ્રેનરોએ ભાગ લીધો હતો. આ સેમિનાર દરમિયાન વાઘ અને અન્ય વન્યજીવોના ડેટા કલેક્શન માટે વપરાતી આધુનિક મોબાઈલ એપ્લિકેશન્સ, કેમેરા ટ્રેપિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 'પ્રકૃતિ રક્ષતિ રક્ષિતઃ' ના સૂત્ર સાથે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગની સક્રિયતા આ કાર્યક્રમમાં જોવા મળી હતી..
    1
    પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્યમાં આવેલા ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રાદેશિક તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન ૨૦૨૬' (અખિલ ભારતીય વાઘ ગણતરી ૨૦૨૬) ના આગામી તબક્કાની પૂર્વતૈયારીના ભાગરૂપે આ "ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ" કાર્યશાળા યોજાઈ હતી. જેમાં ગુજરાત વન વિભાગ, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી  અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા  દ્વવારા આગામી ૨૦૨૬માં યોજાનારી વાઘની વસ્તી ગણતરી માટે ક્ષેત્રીય સ્ટાફ અને ટ્રેનરોને આધુનિક ટેકનોલોજી અને ગણતરીની પદ્ધતિઓથી સજ્જ કરવા. તેમજ આ વર્કશોપમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના તાલીમબદ્ધ ટ્રેનરોએ ભાગ લીધો હતો.
આ સેમિનાર દરમિયાન વાઘ અને અન્ય વન્યજીવોના ડેટા કલેક્શન માટે વપરાતી આધુનિક મોબાઈલ એપ્લિકેશન્સ, કેમેરા ટ્રેપિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 'પ્રકૃતિ રક્ષતિ રક્ષિતઃ' ના સૂત્ર સાથે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગની સક્રિયતા આ કાર્યક્રમમાં જોવા મળી હતી..
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    3
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Singer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • તાજેતરમાં ફ્રાંસની કેનેડી યુનિવર્સિટી દ્વારા 'ડોક્ટરેટ'ની માનદ પદવીથી સન્માનિત થયેલા જગદ્દગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ૧૬માં વંશજ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ભવ્ય સન્માન સમારોહ ગુરુવારે સાંજે કાલોલના સુવર્ણ હોલ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કાલોલની વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉમટી પડી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવભીનું અભિવાદન મહારાજશ્રીની ૨૬ વર્ષની નિઃસ્વાર્થ સમાજ સેવા અને ગૌ-સેવાને બિરદાવવા માટે કાલોલની અનેક સંસ્થાઓ દ્વારા તેમનું શાલ અને પુષ્પગુચ્છથી તેમજ ધોતી ઉપરના ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે: ધાર્મિક સંસ્થાઓ: ગોવર્ધનનાથજી મંદિરના કિર્તનકારો, ગોપાલ લાલજી મંદિર, મોઢેશ્વરી માતાજી મંદિર, રણછોડજી મંદિર, રોકડનાથ હનુમાનજી મંદિર, વેરાઈ માતા ગ્રુપ અને રામ રોટી મંડળ, ,રામજી મંદિર, મહાલક્ષ્મી મંદિર,ગોવર્ધનનાથજી સજાવટ મંડળ, જ્ઞાતિ સંગઠનો: દશાલાડ જ્ઞાતિ સમાજ, પોરવાડ સમાજ, મોઢ સમાજ, સોની સમાજ, કાછીયા પટેલ સમાજ અને પટેલ સમાજ. યુવા અને મહિલા મંડળો: હિન્દુ યુવા સંગઠન કાલોલ, લાડ યુવક મંડળ, મોઢ સમાજ યુવક મંડળ, કાછિયાવાડ યુવક મંડળ, લક્ષ્મી મહિલા મંડળ અને મોઢ સમાજ મહિલા મંડળ. ખડાયતા સમાજ, બ્રાહ્મણ સમાજ, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ: કાલોલ કેળવણી પ્રચારક મંડળ, કાલોલ અર્બન બેન્ક, એન.એમ.જી. હોસ્પિટલ ટ્રસ્ટ, એમ એમ ગાંધી કોલેજ, રોટરી ક્લબ ઓફ ડેરોલ, કાલોલ પત્રકાર સંઘ અને હાઉસિંગ સોસાયટી મંડળ, કામધેનુ ગૌશાળા, નીલકંઠ કોલેજ,ડોક્ટર એન્ડ લેબોરેટરી, મેડિકલ સ્ટોર સેલ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજશ્રીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અને માનવ સેવાના કાર્યોને બિરદાવતું વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, "આપશ્રીનું સન્માન કરતા અમો સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ." પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા તમામ સંસ્થાઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન એ માત્ર મારું નથી, પરંતુ સનાતન ધર્મ અને સેવાના મૂલ્યોનું સન્માન છે. તેમણે યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા અને જીવદયાના કાર્યોમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમથી કાલોલ પંથકમાં ભક્તિમય અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.
    4
    તાજેતરમાં ફ્રાંસની કેનેડી યુનિવર્સિટી દ્વારા 'ડોક્ટરેટ'ની માનદ પદવીથી સન્માનિત થયેલા જગદ્દગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ૧૬માં વંશજ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ભવ્ય સન્માન સમારોહ ગુરુવારે સાંજે કાલોલના સુવર્ણ હોલ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કાલોલની વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉમટી પડી હતી.
વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવભીનું અભિવાદન
મહારાજશ્રીની ૨૬ વર્ષની નિઃસ્વાર્થ સમાજ સેવા અને ગૌ-સેવાને બિરદાવવા માટે કાલોલની અનેક સંસ્થાઓ દ્વારા તેમનું શાલ અને પુષ્પગુચ્છથી તેમજ ધોતી ઉપરના ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે:
ધાર્મિક સંસ્થાઓ: ગોવર્ધનનાથજી મંદિરના કિર્તનકારો, ગોપાલ લાલજી મંદિર, મોઢેશ્વરી માતાજી મંદિર, રણછોડજી મંદિર, રોકડનાથ હનુમાનજી મંદિર, વેરાઈ માતા ગ્રુપ અને રામ રોટી મંડળ, ,રામજી મંદિર, મહાલક્ષ્મી મંદિર,ગોવર્ધનનાથજી સજાવટ મંડળ,
જ્ઞાતિ સંગઠનો: દશાલાડ જ્ઞાતિ સમાજ, પોરવાડ સમાજ, મોઢ સમાજ, સોની સમાજ, કાછીયા પટેલ સમાજ અને પટેલ સમાજ.
યુવા અને મહિલા મંડળો: હિન્દુ યુવા સંગઠન કાલોલ, લાડ યુવક મંડળ, મોઢ સમાજ યુવક મંડળ, કાછિયાવાડ યુવક મંડળ, લક્ષ્મી મહિલા મંડળ અને મોઢ સમાજ મહિલા મંડળ. ખડાયતા સમાજ, બ્રાહ્મણ સમાજ, 
શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ: કાલોલ કેળવણી પ્રચારક મંડળ, કાલોલ અર્બન બેન્ક, એન.એમ.જી. હોસ્પિટલ ટ્રસ્ટ, એમ એમ ગાંધી કોલેજ, રોટરી ક્લબ ઓફ ડેરોલ, કાલોલ પત્રકાર સંઘ અને હાઉસિંગ સોસાયટી મંડળ, કામધેનુ ગૌશાળા, નીલકંઠ કોલેજ,ડોક્ટર એન્ડ લેબોરેટરી, મેડિકલ સ્ટોર સેલ
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજશ્રીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અને માનવ સેવાના કાર્યોને બિરદાવતું વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, "આપશ્રીનું સન્માન કરતા અમો સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ."
પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા તમામ સંસ્થાઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન એ માત્ર મારું નથી, પરંતુ સનાતન ધર્મ અને સેવાના મૂલ્યોનું સન્માન છે. તેમણે યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા અને જીવદયાના કાર્યોમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમથી કાલોલ પંથકમાં ભક્તિમય અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    14 hrs ago
  • Post by Limdabara News
    1
    Post by Limdabara News
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    17 hrs ago
  • દાહોદના લીમખેડા તાલુકામાં મોટી બાંડીબાર ગામે ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ આજે તારીખ 16/04/2026 ગુરુવારના રોજ રાત્રે 8 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે મુન્નાભાઈ લબાના ના આશ્રમ પાસે જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં દાહોદના સાંસદ જસવંતભાઈ ભાભોર, ધારાસભ્ય શીલેષભાઈ ભાભોર તેમજ તાલુકા અને જિલ્લા સ્તરના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તાલુકા પ્રભારી મુકેશભાઈ કરણવાટ, સહ પ્રભારી વિનોદભાઈ રાજગોર, તાલુકા પ્રમુખ સામાભાઈ કટારા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સી.કે. મેડા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો, સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ જસવંતભાઈ ભાભોર દ્વારા કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિકાસના મુદ્દાઓને આગળ રાખીને પ્રચાર કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ કાર્યકરોને એકજૂટ રહીને ચૂંટણીમાં સક્રિય ભાગ લેવા અને ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી.
    1
    દાહોદના લીમખેડા તાલુકામાં મોટી બાંડીબાર ગામે ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ
આજે તારીખ 16/04/2026 ગુરુવારના રોજ રાત્રે 8 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે મુન્નાભાઈ લબાના ના આશ્રમ પાસે જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં દાહોદના સાંસદ જસવંતભાઈ ભાભોર, ધારાસભ્ય શીલેષભાઈ ભાભોર તેમજ તાલુકા અને જિલ્લા સ્તરના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં તાલુકા પ્રભારી મુકેશભાઈ કરણવાટ, સહ પ્રભારી વિનોદભાઈ રાજગોર, તાલુકા પ્રમુખ સામાભાઈ કટારા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સી.કે. મેડા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો, સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ જસવંતભાઈ ભાભોર દ્વારા કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિકાસના મુદ્દાઓને આગળ રાખીને પ્રચાર કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
સાથે જ તમામ કાર્યકરોને એકજૂટ રહીને ચૂંટણીમાં સક્રિય ભાગ લેવા અને ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    17 hrs ago
  • 🚨 Banaskantha district માં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ | દારૂબંધી પર મોટા સવાલ
    1
    🚨 Banaskantha district માં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ | દારૂબંધી પર મોટા સવાલ
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    9 min ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Singer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.