Shuru
Apke Nagar Ki App…
જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Chandrasekhar Bhavsar
જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
More news from ગુજરાત and nearby areas
- સાબરકાંઠા જિલ્લા ની ખેડબ્રહ્મા જિલ્લા પંચાયત, 4 અને તાલુકા પંચાયત ની 20 બેઠકો માટે ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન યોજાશે. આ માટે આજે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી. આજરોજ EVMનું ડિસ્પેચિંગ કરાયુ હતુ બુથ પર ના તમામ કર્મચારીઓ પોત પોતાના બુથ ને લગતી સ્ટેશનરી EVM સહીત ના કામ પતાવી સાથે લઈ પોતપોતાના બુથ પર રવાના થયા હતા1
- Post by Chandrasekhar Bhavsar1
- Post by GUJARAT NEWS NETWORKS KHEDBRAHMA1
- સ્વાનિક સ્વરાજ્યની ચૂંટણીમા વધુમાં વધુ મતદાન કરવા સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ1
- મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં: 1723 મતદાન મથકે પાણી, વ્હીલચેર અને એમ્બ્યુલન્સ સાથે તંત્ર તૈયાર, કલેક્ટરે કરી 100% મતદાનની હાકલ *મહેસાણા*: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રએ મોરચો સંભાળી લીધો છે. જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ જણાવ્યું કે જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જિલ્લાના નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે તંત્રએ વિશેષ આયોજન કર્યું છે. જિલ્લામાં તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા મળી કુલ 1723 મતદાન મથકો પર મતદાન યોજાશે. આ માટે 8134 પોલિંગ સ્ટાફ અને 3313 પોલીસ સ્ટાફ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, નગરપાલિકા માટે 799 પોલિંગ અને 382 પોલીસ સ્ટાફ તથા મહાનગરપાલિકા માટે 777 પોલિંગ અને 395 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. ગરમીના માહોલ વચ્ચે મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે દરેક મતદાન મથકે શુદ્ધ પાણી, મંડપની વ્યવસ્થા ગોઠવાઈ છે. દિવ્યાંગજનો માટે 852 વ્હીલચેર, આરોગ્ય સેવા માટે મોબાઈલ મેડિકલ ટીમ અને 74 એમ્બ્યુલન્સ તૈયાર રખાઈ છે. પોલિંગ સ્ટાફની અગાઉથી મેડિકલ તપાસ પણ કરાવી લેવાઈ છે. જિલ્લામાં મતદાન ટકાવારી વધારવા 'મતદાર જાગૃતિ કાર્યક્રમ' અંતર્ગત સોશિયલ મીડિયા, અખબારો અને ટીવી દ્વારા સંદેશાઓ પ્રસારિત કરાયા છે. દૂધ મંડળીઓ, શાળાઓમાં રેલીઓ, સિગ્નેચર કેમ્પેઈન, સેલ્ફી ઝોન અને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાન દ્વારા ઓડિયો ક્લિપ્સથી જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. કલેક્ટરે જિલ્લાવાસીઓને અપીલ કરતાં કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા દરેક મતદારે અચૂક મતદાન કરવું જોઈએ.1
- જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી સંદર્ભે કલેકટર મિહિર પટેલ પ્રતિક્રિયા આપી.1
- બનાસકાંઠા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ તંત્ર સજ્જ... પાલનપુર જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ,વિવિપેટ સહીત પોલિંગ અને પોલીસ સ્ટાફ કરાયો રવાના... પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનો મતદાન મથકો પર પહોંચાડવાની તૈયારીઓ શરૂ... આવતીકાલે મતદાનને લઇ તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ... ગરમીના વધતા પારાને ધ્યાને લઇ તંત્ર દ્વારા આરોગ્યની ટિમો પણ રખાઈ ખડે પગે...1
- વિજાપુર ના વસઈમાં ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ડાભલા ચાર રસ્તા પાસે ગેસ્ટ હાઉસમાં પિસ્તોલ બતાવી ૬૪ લાખની લૂંટ ચલાવનાર બે આરોપી LCB એ ઝડપ્યા, ૨૪ લાખ રોકડ અને સ્વિફ્ટ કાર જપ્ત *મહેસાણા*: વિજાપુર તાલુકાના વસઈ ગામે ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને બનેલી ૬૪ લાખ રૂપિયાની લૂંટનો ભેદ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટના બે આરોપીઓની ધરપકડ કરી ૨૪ લાખ રૂપિયા રોકડા અને ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ કાર જપ્ત કરી છે. ગત ૨૦ એપ્રિલના રોજ વસઈ ગામના બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે વિદેશ એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટના સંપર્કમાં આવ્યા હતા. નિલેશે દિલ્હીથી બે માણસો મોકલ્યા હોવાનું જણાવી ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં મુલાકાત ગોઠવી હતી. ત્યાં બળવંતસિંહ અને મુકેશ વણઝારાના ભાઈ ઈશ્વર વણઝારા ૬૪ લાખ રૂપિયા લઈને પહોંચ્યા હતા. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવી રકમ આંચકી લીધી હતી અને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા હતા. વસઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાતાં જ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાથી LCBના PI એસ.આર. ચૌધરીએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાન નંબર પ્લેટવાળી સ્વિફ્ટ ડિઝાયર કારનો સુરાગ મળ્યો હતો. તપાસમાં વિશાનસિંહ રાઠોડ અને ભાવેશ વાળંદ નામના બે આરોપીઓને રાજસ્થાન અને વડોદરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી લૂંટના ૨૪ લાખ રૂપિયા અને વપરાયેલી કાર જપ્ત કરવામાં આવી છે. DySP દીનેશ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે CCTV અને ટેકનિકલ તપાસના આધારે આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. LCBએ આરોપીઓને વસઈ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.1