છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને ગેસ એજન્સીઓ સાથે બેઠક કરી કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને ગેસ એજન્સીઓના પ્રોપરાઈટર ઓ સાથે બેઠક યોજાઈ જિલ્લામાં એલ.પી.જી.નો પૂરતો જથ્થો ઉપલબ્ધ - કલેક્ટરશ્રી વૈશ્વિક યુધ્ધની પરિસ્થિતિમાં જિલ્લામાં ગેસ સિલીન્ડરોની અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સજ્જ કાળાબજાર રોકવા અને સુચારુ વિતરણ માટે કલેકટરશ્રીના કડક આદેશ છોટાઉદેપુર, ૧૨ માર્ચ ૨૦૨૬ હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુધ્ધના પગલે જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ અને ખાસ કરીને એલ.પી.જી. (LPG) સિલીન્ડરોની કોઈ અછત ઉભી ન થાય તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના વીસીખંડ ખાતે જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓના પ્રોપરાઈટરશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ગેસ એજન્સીઓ અને જથ્થાની સ્થિતિ વિશે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અનિલ હળપતિએ જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ કુલ ૧૨ ગેસ એજન્સીઓ કાર્યરત છે, જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ની ૦૬, હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ની ૦૩ અને ભારત પેટ્રોલિયમ (BPCL) ની ૦૩ એજન્સીઓનો સમાવેશ થાય છે. આજની તારીખે એજન્સીઓ પાસે ૩૧૦૯ સિલીન્ડરોનો જથ્થો ઉપલબ્ધ છે અને ૨૩૭૬ સિલીન્ડરોનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે. જે આગામી ૧૩ દિવસ સુધી ચાલે તેમ છે. તમામ પ્રોપરાઈટરશ્રીઓએ ખાતરી આપી હતી કે કંપનીઓ તરફથી ડોમેસ્ટિક ગેસનો પુરવઠો રાબેતા મુજબ મળી રહ્યો છે. હાલમાં ઓનલાઈન ટ્રાફિકના કારણે ઓટીપી (OTP) જનરેટ થવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ડિલીવરીના સમયમાં વધારો થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે કલેકટરશ્રી ગાર્ગી જૈન ને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર એક જ માધ્યમ પર નિર્ભર ન રહેતા ટોલ-ફ્રી નંબર, વોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ કે ડિજિટલ પેમેન્ટ પોર્ટલ જેવા વિવિધ ૮ થી ૯ ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરે, જેથી સિસ્ટમ પરનું ભારણ ઘટે અને ઝડપી બુકિંગ થઈ શકે. ગેસ બુકિંગ માટેની સમયમર્યાદા સિંગલ બોટલ માટે ૨૫ દિવસ અને ડબલ બોટલ માટે ૩૦ દિવસની છે. જોકે, HPCL કંપની દ્વારા કરવામાં આવેલ નવા સુધારા મુજબ હવે સિંગલ બોટલ માટે આ સમયમર્યાદા વધારીને ૪૫ દિવસ કરવામાં આવી છે. આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ મામલતદારશ્રીઓને પોતપોતાના તાલુકાની એજન્સીઓ સાથે સંકલન સાધીને મીટિંગ કરવા અને ગેસના કાળાબજાર ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. રાજ્યભરમાં કોમર્શિયલ ગેસની સર્જાયેલી અછતને ધ્યાને લઈ, જિલ્લાની શાળાઓ અને છાત્રાલયોની જરૂરિયાત મુજબનો ડેટા તાકીદે મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી.
છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને ગેસ એજન્સીઓ સાથે બેઠક કરી કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને ગેસ એજન્સીઓના પ્રોપરાઈટર ઓ સાથે બેઠક યોજાઈ જિલ્લામાં એલ.પી.જી.નો પૂરતો જથ્થો ઉપલબ્ધ - કલેક્ટરશ્રી વૈશ્વિક યુધ્ધની પરિસ્થિતિમાં જિલ્લામાં ગેસ સિલીન્ડરોની અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સજ્જ કાળાબજાર રોકવા અને સુચારુ વિતરણ માટે કલેકટરશ્રીના કડક આદેશ છોટાઉદેપુર, ૧૨ માર્ચ ૨૦૨૬ હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુધ્ધના પગલે જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ અને ખાસ કરીને એલ.પી.જી. (LPG) સિલીન્ડરોની કોઈ અછત ઉભી ન થાય તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના વીસીખંડ ખાતે જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓના પ્રોપરાઈટરશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ગેસ એજન્સીઓ અને જથ્થાની સ્થિતિ વિશે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અનિલ હળપતિએ જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ કુલ ૧૨ ગેસ એજન્સીઓ કાર્યરત છે, જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ની ૦૬, હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ની ૦૩ અને ભારત પેટ્રોલિયમ (BPCL) ની ૦૩ એજન્સીઓનો સમાવેશ થાય છે. આજની તારીખે એજન્સીઓ પાસે ૩૧૦૯ સિલીન્ડરોનો જથ્થો ઉપલબ્ધ છે અને ૨૩૭૬ સિલીન્ડરોનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે. જે આગામી ૧૩
દિવસ સુધી ચાલે તેમ છે. તમામ પ્રોપરાઈટરશ્રીઓએ ખાતરી આપી હતી કે કંપનીઓ તરફથી ડોમેસ્ટિક ગેસનો પુરવઠો રાબેતા મુજબ મળી રહ્યો છે. હાલમાં ઓનલાઈન ટ્રાફિકના કારણે ઓટીપી (OTP) જનરેટ થવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ડિલીવરીના સમયમાં વધારો થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે કલેકટરશ્રી ગાર્ગી જૈન ને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર એક જ માધ્યમ પર નિર્ભર ન રહેતા ટોલ-ફ્રી નંબર, વોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ કે ડિજિટલ પેમેન્ટ પોર્ટલ જેવા વિવિધ ૮ થી ૯ ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરે, જેથી સિસ્ટમ પરનું ભારણ ઘટે અને ઝડપી બુકિંગ થઈ શકે. ગેસ બુકિંગ માટેની સમયમર્યાદા સિંગલ બોટલ માટે ૨૫ દિવસ અને ડબલ બોટલ માટે ૩૦ દિવસની છે. જોકે, HPCL કંપની દ્વારા કરવામાં આવેલ નવા સુધારા મુજબ હવે સિંગલ બોટલ માટે આ સમયમર્યાદા વધારીને ૪૫ દિવસ કરવામાં આવી છે. આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ મામલતદારશ્રીઓને પોતપોતાના તાલુકાની એજન્સીઓ સાથે સંકલન સાધીને મીટિંગ કરવા અને ગેસના કાળાબજાર ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. રાજ્યભરમાં કોમર્શિયલ ગેસની સર્જાયેલી અછતને ધ્યાને લઈ, જિલ્લાની શાળાઓ અને છાત્રાલયોની જરૂરિયાત મુજબનો ડેટા તાકીદે મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી.
- છોટાઉદેપુર ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં આયોજિત વાર્ષિક ઉત્સવમાં B.Sc. કેમિસ્ટ્રીની વિદ્યાર્થીની કૃતિ પટેલે એકસાથે ૨૧ ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો. વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવી તેમણે પોતાની બહુમુખી પ્રતિભાનો પરચો આપ્યો અને કોલેજનું ગૌરવ વધાર્યું. YouTube Link in comment box1
- છોટાઉદેપુરની સરકારી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કૃતિ પટેલે પોતાના પ્રથમ વર્ષના અભ્યાસકાળ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં કુલ 21 મેડલ અને ટ્રોફી મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. 10 માર્ચે સરકારી સાયન્સ કોલેજ, છોટાઉદેપુર ખાતે **વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે)**ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વર્ષ દરમિયાન યોજાયેલી શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ક્રીડા સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન B.Sc. કેમિસ્ટ્રીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી કૃતિબેન સુનિલભાઈ પટેલે પોતાની બહુમુખી પ્રતિભા દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કૃતિબેને કુલ 21 ટ્રોફી અને સર્ટિફિકેટ મેળવી અનોખો રેકોર્ડ સર્જ્યો છે. તેમની આ સિદ્ધિમાં 13 પ્રથમ ક્રમ, 5 બીજા ક્રમ અને 3 ત્રીજા ક્રમના પુરસ્કારોનો સમાવેશ થાય છે. કૃતિબેને સેક રેસ, ડ્રામા, ડ્રોઇંગ, પેટ્રિયોટિક સોંગ, પોયમ, એસે રાઈટિંગ, ટીચિંગ ટેલેન્ટ, એલોક્યુશન, શેલ્ટર ફ્રોમ સ્ક્રેપ, 100 મીટર રેસ અને ચેસ જેવી સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે મોનો ડાયલોગ, ચાર્ટ એક્સપ્લેનિંગ, એસે અને પિયાનો પ્લેઇંગ સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત પોસ્ટર મેકિંગ, ઓરિગામી અને બેસ્ટ નેચર ફોટોગ્રાફી સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવી પોતાની સર્વાંગી પ્રતિભા સાબિત કરી છે. અભ્યાસ સાથે સાથે કલા, સંસ્કૃતિ, વક્તૃત્વ અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા દર્શાવી કૃતિબેન પટેલે સાબિત કર્યું છે કે મહેનત, લગન અને આત્મવિશ્વાસથી કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. કૃતિબેનની આ સિદ્ધિ તેમના પરિવાર, સરકારી સાયન્સ કોલેજ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાને ગૌરવ અપાવનારી બની છે. કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ પણ તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. પિતાની છત્રછાયા ન હોવા છતાં કૃતિબેને આત્મવિશ્વાસ સાથે આગળ વધીને આ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની આ સફરમાં તેમની માતા અને માતૃશાળાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. કૃતિબેનનું લક્ષ્ય ઉચ્ચ અભ્યાસ કરી સનદી અધિકારી બની પોતાના આદિવાસી વિસ્તારના વિકાસ માટે કામ કરવાનું છે. ખરેખર, કૃતિબેન પટેલ જેવી મલ્ટી ટેલેન્ટેડ વિદ્યાર્થીની આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.1
- છોટાઉદેપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન1
- બોડેલી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના બોટલને લઈને ગંભીર સમસ્યા ઊભી થઈ હોવાનું સ્થાનિક નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઈરાન–ઈરાક વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પ્રભાવને કારણે ગેસ સપ્લાયમાં અછત સર્જાઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે બોડેલી વિસ્તારમાં ગેસ બોટલ મેળવવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાંક દિવસોથી ગેસ બોટલ માટે ઓનલાઇન નોંધણી પણ થઈ રહી નથી. ઘણી વખત નોંધણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે છતાં ઓટીપી આવતું નથી, જેના કારણે લોકો ગેસ બુકિંગ કરી શકતા નથી. બીજી તરફ કેટલાક લોકો સીધા ગેસ એજન્સીના ઓફિસ સુધી પહોંચ્યા છતાં ત્યાં પણ બોટલની નોંધણી કરવામાં આવી નથી અથવા યોગ્ય જવાબ મળતો નથી. નાગરિકો કહે છે કે રાંધણ ગેસ વગર ઘરનું રસોડું ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દૈનિક જમવાનું બનાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. લોકોનો સવાલ છે કે જો ઓનલાઇન બુકિંગ બંધ છે અને ઓફિસમાં પણ નોંધણી થતી નથી તો હવે ગેસ બોટલ લેવા માટે તેઓ ક્યાં જવું? સ્થાનિક લોકોએ એવા પણ આક્ષેપ કર્યા કે ઘરેલુ રાંધણ ગેસ નો ઉપયોગ બોડેલી ની તમામ મોટી હોટલ અને ચા nasta ની હોટલ ઉપર પણ વધારે પ્રમાણ માં વપરાય છે એ વિશે પણ લાગતા વળગતા સંબંધિત વિભાગ અને ગેસ એજન્સીને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે, જેથી લોકોને નિયમિત રીતે ગેસ બોટલ મળી રહે અને ઘરગથ્થુ જીવનમાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.1
- Post by Dhavalbhai Baria1
- Post by Jasmin B Shah1
- મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ કરાવવા બાબતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અઘ્યક્ષતામાં તમામ સેલ્સ ઓફિસરશ્રીઓની બેઠક બોલાવવામાં આવી.1
- કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને ગેસ એજન્સીઓના પ્રોપરાઈટર ઓ સાથે બેઠક યોજાઈ જિલ્લામાં એલ.પી.જી.નો પૂરતો જથ્થો ઉપલબ્ધ - કલેક્ટરશ્રી વૈશ્વિક યુધ્ધની પરિસ્થિતિમાં જિલ્લામાં ગેસ સિલીન્ડરોની અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સજ્જ કાળાબજાર રોકવા અને સુચારુ વિતરણ માટે કલેકટરશ્રીના કડક આદેશ છોટાઉદેપુર, ૧૨ માર્ચ ૨૦૨૬ હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુધ્ધના પગલે જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ અને ખાસ કરીને એલ.પી.જી. (LPG) સિલીન્ડરોની કોઈ અછત ઉભી ન થાય તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના વીસીખંડ ખાતે જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓના પ્રોપરાઈટરશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ગેસ એજન્સીઓ અને જથ્થાની સ્થિતિ વિશે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અનિલ હળપતિએ જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ કુલ ૧૨ ગેસ એજન્સીઓ કાર્યરત છે, જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ની ૦૬, હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ની ૦૩ અને ભારત પેટ્રોલિયમ (BPCL) ની ૦૩ એજન્સીઓનો સમાવેશ થાય છે. આજની તારીખે એજન્સીઓ પાસે ૩૧૦૯ સિલીન્ડરોનો જથ્થો ઉપલબ્ધ છે અને ૨૩૭૬ સિલીન્ડરોનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે. જે આગામી ૧૩ દિવસ સુધી ચાલે તેમ છે. તમામ પ્રોપરાઈટરશ્રીઓએ ખાતરી આપી હતી કે કંપનીઓ તરફથી ડોમેસ્ટિક ગેસનો પુરવઠો રાબેતા મુજબ મળી રહ્યો છે. હાલમાં ઓનલાઈન ટ્રાફિકના કારણે ઓટીપી (OTP) જનરેટ થવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ડિલીવરીના સમયમાં વધારો થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે કલેકટરશ્રી ગાર્ગી જૈન ને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર એક જ માધ્યમ પર નિર્ભર ન રહેતા ટોલ-ફ્રી નંબર, વોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ કે ડિજિટલ પેમેન્ટ પોર્ટલ જેવા વિવિધ ૮ થી ૯ ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરે, જેથી સિસ્ટમ પરનું ભારણ ઘટે અને ઝડપી બુકિંગ થઈ શકે. ગેસ બુકિંગ માટેની સમયમર્યાદા સિંગલ બોટલ માટે ૨૫ દિવસ અને ડબલ બોટલ માટે ૩૦ દિવસની છે. જોકે, HPCL કંપની દ્વારા કરવામાં આવેલ નવા સુધારા મુજબ હવે સિંગલ બોટલ માટે આ સમયમર્યાદા વધારીને ૪૫ દિવસ કરવામાં આવી છે. આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ મામલતદારશ્રીઓને પોતપોતાના તાલુકાની એજન્સીઓ સાથે સંકલન સાધીને મીટિંગ કરવા અને ગેસના કાળાબજાર ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. રાજ્યભરમાં કોમર્શિયલ ગેસની સર્જાયેલી અછતને ધ્યાને લઈ, જિલ્લાની શાળાઓ અને છાત્રાલયોની જરૂરિયાત મુજબનો ડેટા તાકીદે મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી.2