Shuru
Apke Nagar Ki App…
ઉસ્તીયા ગામ માં રથ યાત્રા નું ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું જખૌ ઓધવ ધામ થી વલસાડ ઓધવ જ્યોત યાત્રા નું ઉસ્તીયા ભાનુશાલી મહાજન દ્વારા ભાવ ભર્યું સ્વાગત કરવા માં આવ્યું
હરિસિંહ મોખા
ઉસ્તીયા ગામ માં રથ યાત્રા નું ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું જખૌ ઓધવ ધામ થી વલસાડ ઓધવ જ્યોત યાત્રા નું ઉસ્તીયા ભાનુશાલી મહાજન દ્વારા ભાવ ભર્યું સ્વાગત કરવા માં આવ્યું
More news from ગુજરાત and nearby areas
- જખૌ ઓધવ ધામ થી વલસાડ ઓધવ જ્યોત યાત્રા નું ઉસ્તીયા ભાનુશાલી મહાજન દ્વારા ભાવ ભર્યું સ્વાગત કરવા માં આવ્યું1
- गुजरात के कच्छ जिले के एक गांव में सड़क पर दो आवारा सांडों की आपसी भिड़ंत अचानक खतरनाक मोड़ ले गई। लड़ते-लड़ते दोनों सांड दुकान के बाहर बैठे एक बुजुर्ग से टकरा गए, जिससे वह गंभीर रूप से घायल हो गए। अफरा-तफरी के बीच पास में रखे कई एलपीजी सिलेंडर भी गिर पड़े, जिससे बड़ा हादसा होने का खतरा पैदा हो गया। पूरी घटना वहां लगे सीसीटीवी कैमरे में कैद हो गई है, जिसका वीडियो अब सामने आया है।1
- અરજદાર દ્વારા તા. 10/02/2026ના રોજ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતું સમક્ષ આર.ટી.આઈ. અધિનિયમ-2005 હેઠળ અરજી કરી, નિર્દિષ્ટ લોકેશન પર સંગ્રહિત ખનિજ માલ અંગે વિગતવાર માહિતી માગવામાં આવી હતી. વિભાગ તરફથી “શૂન્ય (નીલ)” માહિતી દર્શાવતા જવાબ મળ્યા બાદ હકીકત અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અરજદાર મુજબ, નિર્દિષ્ટ સ્થળ પર મોટા પ્રમાણમાં ખનિજ માલ સંગ્રહિત હતો અને હાલ પણ છે. સ્થળ પર ગ્રામજનો સાક્ષી તરીકે હાજર છે. ઉપરાંત, લોકેશન આધારિત ફોટોગ્રાફ્સ અને વિડિઓ રેકોર્ડિંગ્સ સહિત દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. અરજદાર દ્વારા નીચે મુજબની સ્પષ્ટ અને દસ્તાવેજી માહિતી જાહેર કરવાની માંગ કરવામાં આવે છે: તા. 25/01/2025, બપોરે 1:15 વાગ્યા સુધી નિર્દિષ્ટ સ્થળે કુલ કેટલો ખનિજ સ્ટોક હાજર હતો તેની માપણી આધારિત વિગત. તે સ્ટોક કઈ કંપની/વ્યક્તિના નામે નોંધાયેલ હતો તેની માહિતી. સંબંધિત ખનિજ પર ચૂકવાયેલ રોયલ્ટી રકમ – દર, કુલ રકમ અને ચુકવણીની તારીખ. દૈનિક કેટલા વાહનો દ્વારા ખનિજનું આવન-જાવન થયું તેની વિગત, વાહન નંબર સાથે. સ્ટોક અને પરિવહન માટે માન્ય પરવાનગી/ટ્રાન્સિટ પાસની નકલ. જો સ્ટોક અનધિકૃત હોય તો તેની સામે કરવામાં આવેલી કાર્યવાહીનો રેકોર્ડ. આ મામલો જાહેર હિત સાથે સીધો જોડાયેલ હોવાથી, ખનિજના ગેરકાયદેસર સંગ્રહ અથવા પરિવહન અંગે શંકા ઊભી થાય છે. જો માલ કાયદેસર હોય તો તેની તમામ કાનૂની દસ્તાવેજી વિગતો જાહેર કરવી જરૂરી છે. જો ગેરકાયદેસર હોય તો સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવી આવશ્યક છે. આ મુદ્દે પારદર્શિતા અને જવાબદારી નિર્ધારિત કરવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ, માપણી રિપોર્ટ તથા રોયલ્ટી રેકોર્ડ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. રિપોર્ટ બાય: આદમ નોતિયાર બિયરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યુઝ4
- ગાંધીધામ મહાનગરપાલિકાના મિલ્કત વેરા વિભાગની ટીમ દ્વારા મોટા બાકીદારોની બીલ-નોટીસ તથા અંતિમ નોટીસ બજવણી કરેલ હોવા છતાંય બાકી વેરા ભરવામાં ઉદાસીનતા દાખવેલ છે તેવા બાકીદાર મિલ્કત / પ્લોટ નં.૧૪, નેશનલ હાઇવે, ગાંધીધામ ખાતે આવેલ દુકાન/ઓફિસો જેમાં દુકાન/ઓફિસ નં.૮, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૨૧ એમ કુલે -૬ મિલ્કત ના વેરાઓની બાકી પડેલ કુલ રકમ રુ.૪,૨૭,૪૮૮/- નો વેરો ભરેલ ન હોઇ નિયમોનુસાર ની કાર્યવાહી કર્યા બાદ આજ રોજ આ તમામ ૬- ઓફિસ / દુકાનો ને ટેકસ વિભાગ ની ટીમ દ્વારા સ્થળ પર મિલ્કત સીલ કરવાની કાર્યવાહી કરેલ છે તેમજ તે વિસ્તારના અન્ય બાકીદારો જેમાં કુલ-૧૪ દુકાન/ઓફિસો ના મિલ્કત ધારકો દ્વારા સીલીંગ ની કામગીરી સમયે પોતાનો બાકી વેરો સ્થળ પર ચેક દ્વારા ચુકવણી કરેલ છે અને કુલ રકમ ૮,૨૦,૪૮૬/- ની સ્થળ પર વસુલાત પણ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં મહાનગરપાલિકા ના ટેકસ વિભાગ ના ઇન્ચાર્જ હેડ ટેકસ ઇન્સપેકટર નિયત એચ.ધોળકિયા,કનૈયાલાલ સી. સાધુ, કમલ કેલા, અનિલ ભાટીયા, જયકુમાર મૌરયાની તેમજ ટેકસ વિભાગની ટીમ જોડાયેલ હતી. તેમજ આવા બાકીદારોને પણ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે કે આગામી દિવસોમાં મોટા બાકીદારો સામે મિલ્કત ધારકોની મિલ્કત જપ્તી/ટાંચમાં સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે મિલ્કત ધારકોની મિલકત બંધ હાલતમાં છે અને સમયસર વેરાની ચુકવણી કરવામાં નિષ્ફળ રહયા છે અને વેરા ચુકવણીમાં નિષ્કાળજી દાખવેલ છે તેવી મિલ્કતોને પણ જપ્ત/ટાંચમાં લેવામાં આવશે1
- લાલપુરમાં પોલીસે દારૂ લઈને જતા એક શખ્સને પકડી પડ્યો. પોલીસે તબેલા શેરી વિસ્તારમાં બાઈક પર જતા ઇમરાન ઉર્ફે રાણો સલીમભાઈ રાવકરડાને અટકાવી તેની તલાશી લેતા 21 ચપલા ઈંગ્લીશ દારૂના મળ્યા. પોલીસે દારૂ તેમજ બાઈક સહીત કુલ રૂ. ૫૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની હર્યવાહી હાથ ધરી.1
- ધોરાજી નાં રંગોળી ફ્લાવર્સ દ્વારા ધુળેટી પર્વ ની ગુલાબ નાં ફુલો વડે ધુળેટી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજી માં આજે યુવાનો દ્વારા ગુલાબ થી ધુળેટી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધોરાજી નાં શરાફ બજાર અને સોની બજાર માં આજે રંગો થી રમવા નેં બદલે ગુલાબ નાં ફુલો વડે ધુળેટી ની રમઝટ કરતા યુવાનો નેં નજરે જોવા મળ્યા હજારો રૂપિયા નું ગુલાબ નાં ફુલો વડે ધુળેટી પર્વ ની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરી રહ્યા હોય તેવા વિડીયો સોશિયલ મિડિયા વાયરલ થયાં2
- હળવદ શહેરમાં આજે ધુળેટી પર્વની રંગીન અને આનંદમય ઉજવણી જોવા મળી રહી છે. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો, યુવાનો અને વડીલો રંગો સાથે એકબીજાને અભિવાદન કરી તહેવારની ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા. “બુરા ન માનો હોલી હૈ” ના નારા સાથે બાળકો એકબીજાને રંગ લગાવી મોજ-મસ્તીમાં તલીન બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રંગ અને ગુલાલની છટા છવાઈ ગઈ હતી. ધુળેટી પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી હતી. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થતા હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- National Highway 754K પર ખાડા પુરાઈ અને લેવલિંગ કામગીરી સ્થળ: હાજીપીર વિસ્તાર, કચ્છ હાજીપીર વિસ્તારમાં પસાર થતા National Highway 754K પર માર્ગની બગડેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને નીલકંઠ કંપની દ્વારા ખાડા પુરવાની અને માર્ગ સમતલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ માર્ગના નુકસાનગ્રસ્ત ભાગોમાં મેટલ ભરવામાં આવ્યું હતું અને ત્યારબાદ JCB મશીન તેમજ ગ્રેડર દ્વારા લેવલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ભારે વાહન વ્યવહારને કારણે માર્ગ પર ખાડાઓ ઊભા થયા હતા, જેના પરિણામે ટ્રક ડ્રાઈવરો અને સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ માંગ ઉઠાવવામાં હાજીપીર ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ડ્રાઈવર સમુદાય અને પત્રકારમિત્રોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા નીલકંઠ કંપનીના સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે સરકારશ્રી સમક્ષ માંગ કરવામાં આવી છે કે ઔદ્યોગિક અને ભારે પરિવહન ધરાવતા માર્ગો પર નિયમિત નિરીક્ષણ અને જાળવણી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે, જેથી અકસ્માતોની સંભાવના ઘટે અને વાહનચાલકોને સલામત મુસાફરી મળી રહે. તદુપરાંત, સત્યસ કંપની અને અર્ચના કંપની સહિત સંબંધિત સંસ્થાઓને પણ માર્ગ જાળવણી અને સલામતી બાબતે જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી છે. માર્ગદર્શિકા અને કાયદાકીય જોગવાઈઓ મુજબ જરૂરી પગલાં લેવા સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવાની માંગ ઉઠી છે. વધુ વિગતો માટે લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપલબ્ધ છે. રિપોર્ટ: આદમ નોતિયાર બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યુઝ mo 99793302501