Shuru
Apke Nagar Ki App…
#fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
GUJARAT MANTRA NEWS
#fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
More news from ગુજરાત and nearby areas
- પલસાણા પોલીસે વાહનચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપી ઝડપાયા સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલવામાં પલસાણા પોલીસને સફળતા મળી છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી બે ચોરીની મોટરસાઇકલ/મોપેડ સહિત કુલ રૂ.૮૨ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વાહનચોરીના ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા દ્વારા પલસાણા પોલીસને ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બારડોલી વિભાગના ડીવાયએસપી એચ.એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી. ઝીલરીયા તથા પોલીસ સ્ટાફે વિસ્તારમાં સઘન ચેકિંગ અને બાતમીદારોને સક્રિય કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે એ.એસ.આઈ. મુકેશભાઈ વેલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદિશભાઈને ખાનગી બાતમી મળી હતી કે, પલસાણાથી બારડોલી તરફ જતા નેશનલ હાઈવે નં.૫૩ પર વણેસા ઓવરબ્રિજ નીચે ચોરીની મોટરસાઇકલ વેચાણ માટે કેટલાક લોકો ભેગા થયા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી સમીર મોહરમઅલીખાન પઠાણ, અમીનુલ અબુહનીફ શેખ અને તૌફીક યાકુબ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના બે વાહનો તથા ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૮૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં સમીર મોહરમઅલીખાન પઠાણ (ઉં.વ.૨૪), અમીનુલ અબુહનીફ શેખ (ઉં.વ.૨૪) અને તૌફીક યાકુબ શેખ (ઉં.વ.૩૮)નો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અહેમદ ઉર્ફે મુલ્લા કાલેખાન, રહે. ઇટાળવા, તા.પલસાણા તથા આશિયાનાનગર, ઉન પાટિયા, સુરત શહેરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા BNS કલમ ૩૦૩(૨) હેઠળના બે વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં હીરો હોન્ડા કંપનીની મેસ્ટ્રો મોપેડ નં. GJ-21-A-75617, કિંમત રૂ.૨૫,૦૦૦, કાળા રંગની હીરો સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલ નં. GJ-19-AE-7977, કિંમત રૂ.૩૦,૦૦૦, ચાર મોબાઇલ ફોન કિંમત રૂ.૨૭,૦૦૦ તથા મેસ્ટ્રો મોપેડની એક વધારાની નંબર પ્લેટનો સમાવેશ થાય છે. આમ, પોલીસે કુલ રૂ.૮૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- દારૂ ભરેલી કારને અકસ્માત નડયો: દમણથી સુરત જતી કાર આમડપોર પાસે આઈસર ટેમ્પો સાથે અથડાઈ, ડ્રાઈવર ફરાર1
- सचिन-उधना मेन रोड पर घायल मिले अज्ञात युवक की मौत, हादसा या अन्य घटना? पुलिस जांच में जुटी#ब्रेकिंगन्यूज #SuratNews #BreakingNews सचिन-उधना मेन रोड पर घायल मिले अज्ञात युवक की मौत, हादसा या अन्य घटना? पुलिस जांच में जुटी#ब्रेकिंगन्यूज #SuratNews #BreakingNews1
- SURAT: પાલ પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ કરી L.P.G ગેસના બાટલા ભરી આગથી સળગી ઊઠે તેવો ગુનો કરેલ હોય જે અંગેના ગુના ના આરોપીઓને પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા1
- મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! પ્રિય સુરતવાસીઓ, આજે હું કોઈ સામાન્ય વાત કરવા આવ્યો નથી… આજે હું તમને એક પ્રશ્ન પૂછવા આવ્યો છું — “શું આપણે ખરેખર આપણા શહેરને પ્રેમ કરીએ છીએ?” એક તરફ એવા કર્મયોગીઓ છે — જે સવારે વહેલી ઊઠીને, તડકામાં, વરસાદમાં, ગંદકી વચ્ચે કામ કરીને આપણા શહેરને સાફ રાખે છે… અને બીજી તરફ… આપણે જ છીએ — જે થોડા સેકન્ડની આળસ માટે, રસ્તા પર કચરો ફેંકી દઈએ છીએ! વિચાર કરો — તેમની મહેનત મોટી છે કે આપણી આ બેદરકારી? મિત્રો, શહેર ગંદુ કોઈ બીજું નથી કરતું… શહેર ગંદુ આપણે જ કરીએ છીએ… અને શહેરને સુંદર પણ આપણે જ બનાવી શકીએ છીએ! આજે આપણે નક્કી કરવું પડશે — અપણે “સમસ્યા” બનવાના છે કે “ઉકેલ” બનવાના છે? સુરત કોઈ સામાન્ય શહેર નથી… આ આપણા સપનાઓનું શહેર છે, આપણી ઓળખ છે, આપણી ગૌરવ છે! તો શું આપણે આપણા જ ગૌરવને ગંદકીમાં ફેરવી દઈએ? ના! બિલકુલ નહીં! ચાલો, આજે અહીંથી એક શક્તિશાળી સંકલ્પ લઈએ — હું રસ્તા પર કચરો નહીં નાખું! હું મારા પરિવારને પણ નહીં નાખવા દઈશ! હું મારા મિત્રો ને પણ સમજાવીશ! અને જ્યાં ગંદકી જોઉં — ત્યાં અવાજ ઉઠાવીશ! યાદ રાખો — બદલાવ કોઈ બીજો નથી લાવવાનો… બદલાવ આપણે જ લાવવાનો છે! એક વ્યક્તિ બદલાશે — તો એક પરિવાર બદલાશે… એક પરિવાર બદલાશે — તો આખું શહેર બદલાશે! ચાલો, આપણે મળીને સુરતને એ રીતે બનાવીએ કે લોકો કહે — “આ શહેર માત્ર વિકસિત નથી… આ શહેર સંસ્કારી છે!” આજથી… અત્યારે થી… એક નવો પ્રારંભ કરીએ! સ્વચ્છ સુરત — આપણી જવાબદારી! સુંદર સુરત — આપણી ઓળખ! ધન્યવાદ.1
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- અંકલેશ્વર: મોના કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન રાજપીપલા ચોકડી નજીક આવેલા મોના કોમ્પ્લેક્સમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. કમ્પાઉન્ડમાં પાણી અને કાદવ-કીચડ ભરાતાં વેપારીઓના ધંધા-રોજગાર પર અસર પડી રહી છે. મચ્છરોના ઉપદ્રવ સાથે રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક વેપારીઓએ તંત્ર પાસે કાયમી ગટર લાઈન અને વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.1
- બગુમરામાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા પલસાણા પોલીસે રોકડ અને મોબાઇલ સહિત રૂ.32,300નો મુદ્દામાલ કબજે કર્યો સુરત ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને ડામવા માટે ચાલી રહેલી પોલીસ ડ્રાઇવ અંતર્ગત પલસાણા પોલીસે બગુમરા ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડ્યો છે. પોલીસે જાહેરમાં ગંજીપાનાથી હાર-જીતનો જુગાર રમતા કુલ 6 આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઇલ સહિત કુલ રૂ.32,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ, સુરત વિભાગની રાહબરી હેઠળ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિભાગીય પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડની સૂચના મુજબ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરીયાએ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ઉપર સઘન વોચ રાખવા સ્ટાફને સૂચના આપી હતી. આ દરમિયાન તા. 19 સપ્ટેમ્બર, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નારણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ધનાભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બગુમરા ગામની સાંઈ વાટિકા ખાતે આવેલી હરિ રેસિડેન્સીની સામેની ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક ઈસમો ગંજીપાનાથી પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની સામે પલસાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ: 1. હર્ષ અજયભાઈ સોનાર, ઉંમર 22 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-2, બગુમરા. 2. ખુશાલ રમેશભાઈ ચૌહાણ, ઉંમર 28 વર્ષ, વ્યવસાય મજૂરી, રહે. સાંઈ વાટિકા વિભાગ-2, બગુમરા. 3. દીપક રમેશ પાટીલ, ઉંમર 48 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-1, બગુમરા. 4. સમાધાન મામલેદાર પાટીલ, ઉંમર 36 વર્ષ, વ્યવસાય વેપાર, રહે. હરે કૃષ્ણ રેસિડેન્સી, બગુમરા. 5. નીતિન બંસીલાલ પાટીલ, ઉંમર 30 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-1, બગુમરા. 6. ભગવાન જાંબર પાટીલ, ઉંમર 42 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. હરે કૃષ્ણ રેસિડેન્સી, બગુમરા. પોલીસે કબજે કરેલો મુદ્દામાલ: જુગારના દાવ ઉપરના રોકડા રૂ.4,600 આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂ.7,700 4 મોબાઇલ ફોન કિંમત રૂ.20,000 આમ, પોલીસે કુલ રૂ.32,300નો મુદ્દામાલ કબજે કરી છ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- મુંબઈમાં રુંવાટા ઊભા કરી દેતો કાર અકસ્માત! પૂરઝડપે જતી BMW કાબૂ ગુમાવતા બ્રિજની રેલિંગ તોડી અંદાજે 75 ફૂટ નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. પોલીસ અકસ્માતનું કારણ જાણવા તપાસ કરી રહી છે.1