Shuru
Apke Nagar Ki App…
હાજીપીર પુલિસ
Jat juma alfu
હાજીપીર પુલિસ
More news from ગુજરાત and nearby areas
- હાજીપીર પુલિસ1
- પીએમ જાડેજા ને યાકુબ મુત્વા કો જાન સે મારને કી દમકી દી હૈ કર્યાની માગ શે1
- તા.: 11/03/2026 સ્થળ: ભુજ, કચ્છ કચ્છ જિલ્લા પંચાયત હેઠળ આવતી પાન્ધ્રો બેઠકના રોટેશન મુદ્દે ઉભા થયેલા વિવાદને લઈને પાન્ધ્રો ગામના રહેવાસીઓ દ્વારા અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે જિલ્લા પંચાયતની પાન્ધ્રો બેઠક માટે અમલમાં મુકાયેલ રોટેશન પ્રક્રિયા કાયદેસર જોગવાઈઓ અને નક્કી કરાયેલા માપદંડો મુજબ કરવામાં આવી નથી. અરજદારોના જણાવ્યા મુજબ પંચાયત બેઠકોના રોટેશન માટે નક્કી કરાયેલ કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય પાલન ન થવાને કારણે પાન્ધ્રો વિસ્તારના મતદારોના હિતોને અસર થવાની સંભાવના ઊભી થઈ છે. આ મુદ્દે ન્યાય મેળવવા માટે પાન્ધ્રો ગામના રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજીની પ્રાથમિક સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને નોટિસ જારી કરી છે. સાથે જ હાઈકોર્ટે નોંધ્યું છે કે જો આ દરમ્યાન કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે, તો તે આ અરજીના અંતિમ પરિણામને આધીન રહેશે. આ અરજી પાન્ધ્રો વિસ્તારના રહેવાસી શંકરસિંહ દેવાજી જાડેજા, મગાજી ગાજાજી સોઢા અને મહેન્દ્રસિંહ રાણાજી જાડેજા દ્વારા કરવામાં આવી છે. અરજદારો તરફથી હાઈકોર્ટમાં એડવોકેટ અવિનાશ રામજી ઠક્કર તથા એડવોકેટ શિવાંગ એ. ઠક્કર દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે ભુજના એડવોકેટ ગુણવંતસિંહ ડી. સોઢા દ્વારા અમદાવાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ મામલે આગામી સુનાવણી દરમિયાન સરકાર તથા સંબંધિત સત્તાધિકારીઓ તરફથી જવાબ રજૂ થવાની સંભાવના છે, ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે. બિડાણ: તા. 11/03/2026 નો ઓરલ ઓર્ડર. રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યુઝ તા લખપત4
- સરકારની સુચના મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં સેવા સેતુ ના ૧૧માં તબ્બકાનો બીજો કાર્યક્રમ યોજાયો તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ લોહાણા મહાજન સમાજવાડી, આદિપુર મધ્યે રાખવામાં આવેલ કાર્યક્રમમાં નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ તેજશ શેઠ, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતી સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, અન્ય વહીવટી તંત્રના હોદેદારો અને અધિકારીઓ તથા જુદા જુદા વિભાગોના અધિકારીઓ/પ્રતિનીધિઓની હાજરીમાં, નાગરીકોને જુદી જુદી કામગીરી માટેના ત્વરીત લાભ મળી રહે તે હેતુથી અરજીઓ સ્વીકારવામાં આવી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ્લઃ ૪૪૪ અરજીઓ મળેલ. જેમાંથી આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ્લઃ- ૪૪૪ અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન પી. એમ સ્વનિધી યોજના હેઠળ લાભાર્થીઓને કુલ 1,20,000 ના લોન મંજૂરી પત્ર અર્પણ કરવામાં આવ્યા.1
- Post by Jam shab Jam1
- અંબાલાલ પટેલની ભયાનક આગાહી 18 થી 25 માર્ચ સુધી માવઠાની આગાહી1
- Post by Kartik parmar1
- આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસ દ્વારા એટ્રોસિટી કેસમાં તેમની ધરપકડ કરીને જેલમાં મોકલાતા 'આપ'એ વિરોધ વ્યક્ત કર્યો છે. કાયનાત અંસારીએ વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધાને લઈને રેડ કરી હતી, જેના બાદ સામા પક્ષની ફરિયાદ પરથી તેમની સામે કેસ નોંધાયો હતો. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કાયનાત અંસારી સામેની કાર્યવાહી ખોટી છે અને ગેરકાયદે દારૂના ધંધા સામે અવાજ ઉઠાવવાના કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચ્યા હતા અને DYSPને મૌખિક રજુઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે કેસમાં ન્યાયસંગત તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ.1